News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના આરે જંગલ વિસ્તારમાં મેટ્રો કાર શેડ(metro car shed)ના નિર્માણ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આરેમાં મેટ્રો કારશેડને પડકારતી અરજી એક NGO દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજ્યની શિંદે-ફડણવીસ સરકારે 7 ઓક્ટોબર, 2019 ના રોજ, સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આરેમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂકીને સ્થિતિ 'જેમ છે તેવી' રાખવાના આદેશનું ઉલ્લંઘન કર્યું છે અને આરેમાં વૃક્ષો કાખ્યા છે. સાથે અરજદારે કોર્ટનું એ પણ ધ્યાન દોર્યું કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તે સમયે કોર્ટને કહ્યું હતું કે તેઓ આરેમાં એક પણ ઝાડ કાપશે નહીં. હવે આ અરજી પર આગામી સુનાવણી 10 ઓગસ્ટે થશે. ત્યાં સુધી એક પણ ઝાડ ન કાપવાનો નિર્દેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય લલિત, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : યુદ્ધ લગભગ નક્કી- ચીનના 13 યુદ્ધ જહાજ અને 70 જેટલા જેટ તાઇવાન પાસે પહોંચ્યા