News Continuous Bureau | Mumbai
થોડા સમય બાદ મુંબઈ(Mumbai) અને આસપાસના વિસ્તારોમાં વરસાદે(Rain) ફરી એકવાર દસ્તક આપી છે. આજે (બુધવારે) સવારથી મુંબઈ અને તેની આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં શહેરમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ(weather) રહેશે અને ઉપનગરોમાં પણ હળવા વરસાદ(Light rain)ની શક્યતા છે. સાથે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. આ રાજ્યમાં વાલીઓ શાળામાં ભણી રહેલા પોતાના વિદ્યાર્થીને લાઈવ જોઈ શકશે.
મંગળવાર સવારના આઠ વાગ્યાથી બુધવારના સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકમાં દક્ષિણ મુંબઈ(South Mumbai)માં 17.22mm તો પૂર્વ ઉપનગર(Eastern Suburb)માં 6.37 mm અને પશ્ચિમ ઉપનગર(Western Suburb)માં 3.56mm જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. શહેરમાં લોકલ ટ્રેનોને અને બેસ્ટની બસોની સેવા સુચારુ રૂપે ચાલી રહી છે.