ભગતસિંહ કોશિયારી એ ગુજરાતીઓની ખુશામત કરી એમાં કોંગ્રેસના પેટમાં ચૂંક્યું- આપ્યું આવું નિવેદન  

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Governor Bhagat Singh koshyari)ના ભાષણ બાદ રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. રાજ્યપાલ કોશ્યારી મુંબઈ(Mumbai)ના અંધેરી પશ્ચિમ વિસ્તાર(Andheri west)માં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતી(Gujarati)ઓ અને રાજસ્થાની(Rajasthani)ઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. રાજ્યપાલે કહ્યું કે જો આવું થયું તો મુંબઈ દેશની આર્થિક રાજધાની(Economic Capital of Country) તરીકે નહીં ઓળખાવી શકાય.

આ સમાચાર પણ વાંચો : મેટ્રો 4ના કામને લીધે મુંબઈના અનેક રસ્તા વાહનવ્યહારમાં મોટા ફેરબદલ કરાયા છે-જાણો ફેરબદલ અહીં 

કોંગ્રેસ(Congress) નેતા સચિન સાવંતે(Sachin Sawant) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાષણની નિંદા કરતા કહ્યું કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા મરાઠી(Marathi) લોકોનું અપમાન ભયાનક છે. તેમણે તરત જ માફી માંગવી જોઈએ.

 

દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે(Jayram Ramesh) પણ મહારાષ્ટ્રના રાજ્યપાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેમનું નામ ‘કોશ્યારી’ છે. પરંતુ ગવર્નર તરીકે તેઓ જે બોલે છે અને કરે છે તેમાં થોડી પણ ‘હોશિયારી’ નથી. તે ખુરશી પર એટલા માટે જ બેઠા છે કારણ કે તેઓ ‘હમ દો’ની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment