News Continuous Bureau | Mumbai
કરણ જોહરનો ચેટ શો 'કોફી વિથ કરણ 7' તેની શરૂઆતથી જ સતત સમાચારોમાં રહ્યો છે. આ શોમાં કરણ બી ટાઉનના સ્ટાર્સ (B town star)સાથે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરતો જોવા મળે છે. દરેક એપિસોડમાં નવા સ્ટાર્સ શોનો હિસ્સો બને છે.હવે સમાચાર આવી રહ્યા છે કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન(Suhana Khan) અને બોની કપૂરની પુત્રી ખુશી કપૂર(Khushi kapoor) 'કોફી વિથ કરણ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખુશી કપૂર અને સુહાના તેમની ફિલ્મના ડેબ્યૂ પહેલા કોફી કાઉચ (Koffee couch)પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. બંને 'ધ આર્ચીઝ'ની તેમની સ્ટાર કાસ્ટ સાથે આ શોનો એક ભાગ હશે જેમાં દરેક તેમના શૂટિંગના અનુભવો શેર કરશે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સુહાના શોમાં તેના ભાઈ આર્યન ખાનના ડ્રગ(Aryan Khan drug case) કેસ વિશે પણ વાત કરી શકે છે.જણાવી દઈએ કે સુહાના અને ખુશી ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ બંને સિવાય અગસ્ત્ય નંદા, જહાં કપૂર, ડોટ, વેદાંગ રૈના, મિહિર આહુજા અને યુવરાજ મેંડા પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ 2023માં નેટફ્લિક્સ (Netflix)પર રિલીઝ થશે. ફિલ્મની કાસ્ટ 'કોફી વિથ કરણ'નો ભાગ હોવાના સમાચારને લઈને ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.
આ સમાચાર પણ વાંચો : નાડી દોષ અને વિકીડા નો વરઘોડો બાદ હવે આ ગુજરાતી ફિલ્મ પણ પહોચશે સફળતા ની યાદીમાં
'કોફી વિથ કરણ' વિશે વાત કરીએ તો, શોના અત્યાર સુધીમાં ત્રણ એપિસોડ આવી ચૂક્યા છે. પહેલા એપિસોડમાં 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના લીડ રણવીર સિંહ અને આલિયા ભટ્ટ (Ranvver Singh-Alia Bhatt)શોમાં જોવા મળ્યા હતા. જાહ્નવી કપૂર અને સારા અલી ખાન બીજા એપિસોડનો ભાગ હતા. આ પછી, સામંથા રૂથ પ્રભુએ ત્રીજા એપિસોડમાં અક્ષય કુમાર સાથે કોફીની શરૂઆત કરી. ચોથા એપિસોડમાં એટલે કે આજે 'લિગર' અનન્યા પાંડે અને વિજય દેવરાકોંડાની કાસ્ટ આવવાની છે.