News Continuous Bureau | Mumbai
એન એન નામના દુનિયાનો સૌથી વૃદ્ધ નર પાંડા(Panda)નું હોંગકોંગ(Hong Kong)ના ઓશન પાર્ક(Ocean Park)માં નિધન થયું. આ પાંડાની ઉંમર ૩૫ વર્ષ હતી જે મનુષ્યની ૧૦૫ વર્ષની ઉંમરને બરાબર છે.
આ પાંડા(panda)ની સંભાળ રાખતા પાર્કના અધિકારીઓનું કહેવું છે કે પાંડા તેના મૃત્યુ પહેલા ખૂબ જ નિષ્ક્રિય થઈ ગયો હતો. તે લાંબા સમય સુધી માત્ર પાણી અથવા ઈલેક્ટ્રોલાઈટ્સ ધરાવતા પ્રવાહી જ લેતો હતો. ચાઈના કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટર(China Conservation and Research Center)ની સલાહ લીધા બાદ પાંડાને ઈચ્છામૃત્યુ આપવામાં આવી.
દુનિયાના સૌથી વૃદ્ધ પાંડાનું નિધન થતા વિશ્વના અનેક જીવદયા પ્રેમીઓએ દુખ વ્યક્ત કર્યું. હોંગકોંગ પાર્ક(Hong Kong Park)ના અધિકારીઓએ કહ્યું કે પ્રાણી કલ્યાણના કારણોને આધારે, ઓશન પાર્કના પશુ ચિકિત્સકો અને કૃષિ, મત્સ્યઉદ્યોગ અને સંરક્ષણ વિભાગે ચાઇના કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ધ જાયન્ટની સલાહ લીધા બાદ એન એન પર ઈચ્છામૃત્યુની આપવાનો મુશ્કેલ નિર્ણય લીધો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના દરિયા કિનારા થયા જોખમી- જુહુ બીચ પર તણાઈ આવી આ જોખમી માછલી- BMCએ જારી કરી ચેતવણી
દુનિયાભરના જીવદયા પ્રેમીઓએ અને ઝુના અધિકારીઓએ એન એન પાંડાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી. વિશાળ પાંડાને કેદમાં ઉછેરવું ખુબ મુશ્કેલ છે.
જોકે, તાજેતરના વર્ષોમાં તેમની સંખ્યામાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અનુસાર, ગત દાયકાની સરખામણીએ પાંડાની વસ્તીમાં લગભગ ૧૭ ટકાનો વધારો થયા બાદ ૨૦૧૭માં આ પ્રજાતિને "લુપ્ત"માંથી "સંવેદનશીલ"માં અપગ્રેડ કરવામાં આવી હતી.