News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના દરિયા કિનારા(beach) પર જવું જોખમી થઈ ગયું છે. છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈના જુહુ(Juhu beach)ના દરિયા કિનારા પર જેલીફિશ(Jellyfish)ની સાથે જ તારબોલ (tarballs) તણાઈને આવી રહ્યો છે. તેથી કિનારા પર પાણીમાં જવું નહીં અન્યથા જેલીફિશ ડંખ મારશે એવી એડવાઈઝરી(Advisory) મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ બહાર પાડી છે.
રવિવારે રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો મુંબઈના જુદા જુદા દરિયા કિનારા પર ફરવા નીકળ્યા હતા. જોકે જુહુ બીચ પર જેલી ફિશ અને તારબોલ તણાઈ આવતા ત્યાં ફરજ બજાવી રહેલા લાઈફગાર્ડે એ લોકોને દરિયા કિનારા પાસે નહીં જવાની ચેતવણી આપી હતી. આ અગાઉ 10 જુલાઈના પણ જુહુ બીચ પર જેલીફિશ તણાઈ આવી હતી. જેલીફિશ જો ડંખ મારે તો ખંજવાળ, બળતરા અને સોજો આવવો જેવી અનેક પ્રકારની તકલીફ થઈ શકે છે. જેલીફિશ જો ડંખ મારે તો ગભરાવવું નહીં શક્ય હોય તો ડંખ પર ગરમ પાણી નાખવું અને તુરંત ડોક્ટર પાસે જવું જોઈએ.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર-જુલાઈ-ઓગસ્ટમાં પશ્ચિમ રેલ્વેની આ ટ્રેનો વીકએન્ડમાં દોડશે નહી-જાણો ટ્રેનની સંપૂર્ણ યાદી અહીં
મુંબઈમાં સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા(Monsoon)માં દરિયા કિનારા પર જેલીફિશ આવતી હોય છે. નિષ્ણાતોના કહેના મુજબ મુંબઈના દરિયા કિનારા પર ચોમાસામાં સમયમાં અમુક પ્રકારની માછલીઓ ખાસ પ્રજનન તથા ભોજનની શોધમાં આવતી હોય છે. અમુક પ્રજાતિઓ વજનમાં એકદમ હલકી હોવાથી તેઓ તણાઈને દરિયા કિનારા પર આવી જતી હોય છે.
આવી માછલી(Fish)ઓમાં જેલીફિશ, બ્લૂ જેલી(Blue jelly), મેડોસા, પોર્તિગિઝ મેન ઓફ વાર, પોરપિટા વગેરે પ્રજાતિનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને તે ડંખ મારે છે. તેમાં રહેલા ઝેરી પદાર્થથી દુખાવો થાય છે અને શરીર લાલ થઈ જાય છે. અમુક પ્રકરણમાં બહેરાશ પણ આવી જાય છે.
આ સમાચાર પણ વાંચો : ભારતીય રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી- બેંકે ચાર સહકારી બેંકો પર ઉપાડ સહિતના પ્રતિબંધો લાદ્યા- ફટાફટ તપાસો તમારું એકાઉન્ટ આ બેન્કમાં તો નથીને