News Continuous Bureau | Mumbai
આવશ્યક ચીજવસ્તુઓ પર GST લાદવાના નિર્ણય સામે વેપારી સંગઠનોએ આજે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે. 18 જુલાઈથી પેક્ડ અનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થો, કઠોળ વગેરે પર GST લાગુ કરવામાં આવશે. વેપારી સંગઠનોએ તેનો આકરો વિરોધ કર્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં આજે એક દિવસીય દેશવ્યાપી બંધ પાળવામાં આવી રહ્યો છે, તેમાં આજે નવી મુંબઈની એપીએમસી બજાર પણ જોડાઈ છે.
GST લાગુ થતાંની સાથે જ ખાદ્યઅન્ન અને ડેરી ઉત્પાદનો મોંઘા થઈ જશે. વેપારીઓનું કહેવું છે કે અનાજ અને કઠોળમાં 8 થી 10 ટકાનો વધારો થશે. મોંઘવારીનો બોજ ગ્રાહકો પર પડશે. ભ્રષ્ટાચાર અને ઈન્સપેકટર રાજ પણ વધશે. તેથી 5 ટકા GST ને પાછો ખેંચવાની માગણી કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આખરે ગોટબાયા રાજપક્ષેના રાજીનામાનો સ્વીકાર-આ પૂર્વ પ્રધાનમંત્રી બન્યા શ્રીલંકાના અંતરિમ રાષ્ટ્રપતિ-જાણો વિગતે
વેપારી સંગઠોનોએ આજે જાહેર કરેલા ભારત બંધમાં નવી મુંબઈની એપીએમસી બજારે પણ સમર્થન જાહેર કર્યુ હોવાનું નવી મુંબઈ મર્ચન્ટસ ચેમ્બરે જાહેર કર્યું હતું અને આજે એપીએમસીની તમામ બજારો અને વેપારીઓ આ બંધમાં જોડાશે એવું કહ્યું હતું.