News Continuous Bureau | Mumbai
1993ના મુંબઇ સિરિયલ બ્લાસ્ટ(Mumbai serial blast)ના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમ(Abu Salem)ને સુપ્રીમ કોર્ટે(Supreme court) મોટો ઝટકો આપ્યો છે.
કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે માંગ કરી હતી કે વર્ષ 2027માં 25 વર્ષની સજા પૂર્ણ થશે, માટે તેને જામીન આપવામાં આવે.
કોર્ટે કહ્યું, સાલેમની મુક્તિ પર વિચાર કરવાનો સમય 2027માં નહીં 2030માં આવશે. કારણ કે, 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ત્યારે સરકાર જરૂરી નિર્ણય લેશે.
મુંબઈમાં 12 માર્ચ 1993ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટોમાં કોર્ટે અબુ સાલેમને દોષી ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.
જો કે, પોર્ટુગલ(Portugal)થી તેને ભારત લાવનાર પ્રત્યાર્પણ સંધિ અનુસાર, અબુ સાલેમને મૃત્યુદંડ અથવા 25 વર્ષથી વધુની સજા થઈ શકે નહીં.
આ સમાચાર પણ વાંચો : પડતા પર પાટુ- દૂધ-દહીં- અનાજ કરિયાણા પર પણ GST- સરકારના સૂચન સામે વેપારી આલમનો વિરોધ- નાગરિકોને પડશે આર્થિક ફટકો