રૂમના ભાડા પર લાગુ કરાયેલા 5 ટકા GSTથી હોસ્પિટલ પ્રશાસન વિસામણમાં તો દર્દીના હોસ્પિટલના બિલમાં વધારો થવાની શક્યતા- જાણો વિગત

by Dr. Mayur Parikh
Centre revises ICU charges, room rent, OPD fees at CGHS hospitals

News Continuous Bureau | Mumbai 

હોસ્પિટલમાં(Hospitals) દરરોજના 5,000 રૂપિયાથી વધુ રૂમના ભાડા(Room charges) હોય તે રૂમના ભાડા પર 5% ટેક્સ(Tax) લાદવાનો નિર્ણય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે(GST council) લીધો છે. જોકે આ નિર્ણયને અમલમાં કેવી રીતે લાવવો તેને લઈને  હોસ્પિટલો વિસામણમાં મુકાઈ ગઈ છે, કારણ કે મોટાભાગની ટ્રીટમેન્ટ પેકેજોમાં(treatment packages) રૂમના ભાડાનો પણ સમાવેશ હોય છે.

આ ઉપરાંત, હોસ્પિટલો આ પ્રકરણમાં હવે ઇનપુટ ટેક્સ ક્રેડિટની(Input tax credit) ઉપલબ્ધતા વિશે પણ ચિંતિત છે કારણ કે એમ્બેડેડ ટેક્સના (embedded tax) કેસ્કેડિંગથી(cascading) દર્દીઓ માટે સારવારનો ખર્ચ પણ વધશે.

જો રૂમ ચાર્જને પેકેજમાંથી બાકાત રાખવામાં આવે તો વીમાના દાવા કેવી રીતે કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતાનો અભાવ છે. 18 જુલાઈના રોજ ટેક્સ અમલમાં આવે તે પહેલા હોસ્પિટલો અને મેડિકલ એસોસિએશનો(Hospitals and medical associations) નાણામંત્રી(Finance Minister) નિર્મલા સીતારમણને(Nirmala Sitharaman) રજૂઆત કરે તેવી શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો :  RBIની મોટી કાર્યવાહી- કેન્દ્રીય બેંકે આ કારણથી બે બેંકને ફટકાર્યો એક-એક કરોડ રૂપિયાનો દંડ-જાણો વિગત

ખાનગી હોસ્પિટલનો(private hospital) દાવા મુજબ 5% ટેક્સ અયોગ્ય રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો અને તે દર્દીની અને દેશની આરોગ્ય  સિસ્ટમ(Health system) પર તે વધારાનો બોજ નાખશે. 

સીતારામણની આગેવાની હેઠળની GST કાઉન્સિલે ગયા અઠવાડિયે ચંડીગઢમાં બે દિવસની બેઠક દરમિયાન નિર્ણય લીધો હતો કે હોસ્પિટલના રૂમનું(Hospital Room) ભાડું (ICU સિવાય) દર્દી દીઠ ₹5,000 પ્રતિ દિવસથી વધુ હોય તો તેના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ(tax credit) વિના 5% ટેક્સ લાગશે. 
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More