પોલીસનો ડર બતાવી યુવક પાસે પાંચ લાખ એંઠનારી ટોળકીને બોરીવલીની કસ્તુબા માર્ગે પોલીસે પકડી પાડી- જાણો વિગત

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પાંચ કરોડ રૂપિયાની લોન(Loan) આર.ટી.જી.ની મારફત કરી આપવાની લાલચ આપી 37 વર્ષના ઈન્તિખાબ લિયાકત નામના યુવકને બોરીવલી(Borivali)ની હોટલમાં મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ પોલીસની ધાડ હોટલ પર પડી હોવાનું કહીને બચાવ માટે તેની પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવનારી ટોળકીને બોરીવલીની કસ્તુરબા માર્ગ પોલીસે(Kasturba Marg Police) કોલ્હાપુર(Kolhapur)થી પકડી પાડી છે.

યુવક સાથે છેતરપીંડી(Fraud)નો બનાવ 15 જૂન, 2022ના રોજ બન્યો હતો. આ ગુનાની ફરિયાદ કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. નોર્થ રિજનલ ઝોનના એડિશનલ કમિશનર વિરેન્દ્ર મિશ્રા, ડેપ્યુટી પોલીસ કમિશનર સોમનાથ ધાર્ગે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વસંત પિંગળેએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેમના માર્ગદર્શનમાં આ કેસની તપાસ ચાલી રહી છે. સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અનિલ આવ્હાડ, પોલીસ ઇન્સ્પેકટર જગદાળે, પોલીસ ઇન્સ્પેક્ટર તડાખેએ ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર ઓમ તોટાવાર તેમની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ(Crime branch)ના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેકટર રાહુલ વાળુંજકર અને તેમની ટીમ એમ બે ટીમ તૈયાર કરી હતી અને ગુનાની તપાસ ચાલુ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

આ બનાવ 15 જૂનના બોરીવલી સંજય ગાંધી નેશનલ પાર્ક(Borivali Sanjay Gandhi National Park) પાસે ઓમકારેશ્વર મંદિર નજીક આવેલી રામદેવ હોટલમાં બન્યો હતો. તેથી પોલીસની ટીમે હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરા(CCTV camera) અને કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશનના રહેલા કેમેરાની તપાસ કરી હતી. તેમ જ ફરિયાદી ઈન્તિખાબ પાસેથી આરોપીઓના મોબાઈલ નંબર મેળવીને ટેક્નિકલ તપાસને મુખ્ય આરોપીને કોલ્હાપુરના સ્વપ્ન નગરીના જયસિંગપુર ગામથી પકડી પાડ્યો હતો.. તેની વધુ તપાસ બાદ તેના અન્ય સાથીદારની દાદર(Dadar) અને નાલાસોપારા(Nalasopara)થી ધરપકડ કરી હતી.

આરોપીઓનું નામ રામસિંગ બેલા ડોલગે છે અને તે મહારાષ્ટ્ર પોલીસ દળમાં 1961ના ભરતી થયો હતો. વર્ષ 2016મા તે સસ્પેન્ડ થયો હતો. છતાં આ ગુનામાં તેણે પોલીસ અધિકારી હોવાનું બતાવીને આરોપી અઝહર પટેલ અને તેના અન્ય સાથીદારોની મદદ કરીને ઈન્તિખાનને ડરાવ્યો હતો. આ ગુનામાં આરોપીઓએ ઈન્તિખાન પાસેથી પાંચ લાખ રૂપિયા મેળવ્યા હતા, તેમાંથી અમુક રકમ રામસિંગ બેલા ડોગલેને મળી હતી.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રના રાજકીય ઉથલપાથલ વચ્ચે શિંદે જૂથને ઝટકો- ડેપ્યુટી સ્પીકરે 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલી-આ તારીખ સુધીમાં આપવો

ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના નામ અઝર સઈદ પટેલ છે તે મૂળ કોલ્હાપુરના શિરોળનો છે. બીજો આરોપી પાલઘર જિલ્લાના નાલાસોપારાનો છે, તેનું નામ ગણેશ બેલવટકર છે. ત્રીજો આરોપી રામસિંગ ડોલગે છે. તો અન્ય બે આરોપીઓને પોલીસ હજી શોધી રહી છે. ધરપકડ કરેલા આરોપી પાસેથી 4,15,000 જપ્ત કર્યા હતા. કેસની વધુ તપાસ  ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઓમ તોટાવાર કરી રહ્યા છે.

આ કામગીરી નોર્થ રિજનલ ઝોનના એડિશનલ કમિશનર વિરેન્દ્ર મિશ્રા, ડેપ્યુટી પોલીસ કમિશનર સોમનાથ ધાર્ગે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર વસંત પિંગળેએ સિનિયર પોલીસ ઇન્સ્પેકટર અનિલ આવ્હાડના માર્ગદર્શનમાં  પોલીસ ઇન્સ્પેકટર શશીકાંત જગદાળે, ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર તડાખેએ  ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેકટર ઓમ તોટાવાર  ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પોલીસ સબ ઈન્સ્પેકટર રાહુલ વાળુંજકર, પોલીસ નાયબ સર્વેકર

પોલીસ નાયબ પરિટ, પોલીસ નાયબ વિચારે, પોલીસ નાયબ સંજય પાટીલ, પોલીસ સિપાઈ ટિક, પોલીસ સિપાઈ પાટીલ, પોલીસ સિપાઈ સુનિલ જાધવ, પોલીસ સિપાઈ સાંગળે, પોલીસ સિપાઈ ચારોસકર, પોલીસ નાયબ સાગર પવાર (ઝોન-12) કલીમ શેખ (સાયબર ક્રાઈમ એક્સપર્ટ)ની ટીમ તૈયાર કરીને સીસીટીવી ફૂટેજની મદદથી મોબાઈલ નંબરથી સોલ્વ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More