News Continuous Bureau | Mumbai
ભગવાન રામની જન્મભૂમિ(Ram Janmabhoomi) અયોધ્યા(Ayodhya) સાથે લોકો એટલી હદે ધાર્મિક(Religious) રીતે જોડાયેલા છે કે સાર્વજનિક સ્થળે(public place) કોઈ પણ પ્રકારની અણછાજતું વર્તન પણ તો સહન કરી શક્તા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા(Social media) પર એવો વિડિયો ફરી વળ્યો છે, જેમાં અયોધ્યા ઘાટ પર પત્નીને કિસ બદલ ગુસ્સે ભરાયેલા ટોળાએ યુવકને ઢોર માર મારી રહ્યા હોવાનું દેખાઈ આવે છે.
સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો(Viral video) સામે આવ્યો છે જેમાં અયોધ્યાના રામ કી પૌડીમાં(Ram Ki Pauri) પાણીમાં ભક્તો(Devotees) ડૂબકી મારી રહ્યા છે. જેમાં એક યુવક તેની પત્નીને પકડીને કિસ કરી રહ્યો હોવાનું જણાતા ગુસ્સે ભરાયેલા ટોળાએ તે વ્યક્તિને માર માર્યો હતો. રામ કી પૌડી એ સરયુ નદીના કિનારે(river bank) ઘાટોની શ્રેણી છે.
વિડિયોમાં, દંપતી(Couple) ઘાટમાં ડૂબકી મારતા જોઈ શકાય છે, જ્યારે તેમની આસપાસ ભીડ શરૂ થાય છે. થોડી સેકન્ડ પછી, એક પુરુષ પતિને ખેંચીને દૂર લઈ જાય છે અને તેને મારવાનું શરૂ કરે છે. પત્ની ભીડને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ તેઓ પાણીમાંથી બહાર નીકળે છે તે પણ ટોળું તેને રોકીને મારતો દેખાય છે.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें:
पिटता हुआ भारत…. pic.twitter.com/jNRPAuB5xK— Alakh (@Alakh_IB) June 22, 2022
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા