News Continuous Bureau | Mumbai
જેમ આપણે જાણીએ છીએ કે બોલિવૂડ સ્ટાર્સ(Bollywood stars) સામાન્ય લોકો પર ઊંડી છાપ છોડે છે, જેના કારણે સામાન્ય લોકો તેમને અનુસરે છે અને તેમની જેમ જીવવા માંગે છે. જાે કે, મોટા સ્ટાર્સ પાસે ઘણા પૈસા છે, જે સામાન્ય માણસ કરતા ઘણા વધારે છે. સંપત્તિ સિવાય સામાન્ય માણસ તેમનાથી ઘણો પાછળ છે. સામાન્ય માણસ તેને જાેઈને અપેક્ષા રાખે છે કે એક દિવસ હું ચોક્કસ તેના જેવો બનીશ. આ બાબતમાં તે પોતે પણ તેમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે. આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે તમે ભાગ્યે જ જાણતા હોવ. બોલિવૂડ સ્ટાર્સ હાલમાં ગંભીર બીમારીઓ(Serious illnesses) સામે ઝઝૂમી રહ્યા છે, આજે તમે જે લોકોના નામ જાણતા હશો તે બોલિવૂડના ઘણા મોટા નામ છે પમ તેટલી જ મોટી બિમારી સામે તે ઝઝૂમી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : સોનમ કપૂરના બેબી શાવરની તસવીરો થઈ વાયરલ-બહેન રિયા કપૂર સાથે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી-જુઓ ફોટોગ્રાફ્સ
જસ્ટિન બીબર(Justin Bieber): તાજેતરમાં જસ્ટિન બીબરની બીમારીનો ખુલાસો થયો છે. રામસે હન્ટ સિન્ડ્રોમ(Ramsay Hunt Syndrome) નામની બિમારીમાં જકડાઈ ગયો છે. જેના કારણે તેના ચહેરાની એક બાજુ લકવાગ્રસ્ત (Paralyzed) થઈ ગઈ છે.
સલમાન ખાન(Salman Khan): તમે હંમેશા સલમાન ખાનના ફીટ અવતારને જાેયા જ હશે પરંતુ તેમને ટ્રાઈજેમિનલ ન્યુરલજીયા(Trigeminal neuralgia) નામની ખતરનાક બીમારી છે. જેના કારણે તે ઘણી વખત પરેશાન થઈ જાય છે.
મહિમા ચૌધરી(Mahima Chaudhary): મહિમા ચૌધરીને પણ કેન્સર(Cancer) હોવાનું નિદાન થયું હતું. પરંતુ હવે તેની તબિયત સારી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર ખૂબ વાયરલ થઈ હતી.
અમિતાભ બચ્ચન(Amitabh Bachchan): અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ખૂબ જ એક્ટિવ રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બી પણ એક વખત ટીબીની બિમારીનો(TB disease) ભોગ બન્યા છે.
સામંથા રૂથ પ્રભુ(Samantha Ruth Prabhu): સાઉથની સુપરસ્ટાર (South superstar) અભિનેત્રી(Actress) સામંથા રૂથ પ્રભુ પોલીમોર્ફ્સ લાઇટ ઇરપ્શન(Polymorphs light eruption) નામની બીમારીથી પીડિત છે. આ ત્વચાની એલર્જીનો એક પ્રકારનો રોગ છે.
સોનાલી બેન્દ્રે(Sonali bendre): બોલિવૂડની જાણીતી સ્ટાર સોનાલી બંદ્રે વર્ષ ૨૦૧૮માં કેન્સરનો શિકાર બની હતી. પરંતુ હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે.
હૃતિક રોશ(Hrithik Roshan:)નઃ હંમેશા જીમમાં સમય વિતાવનાર રિતિક રોશનનું નામ પણ આ યાદીમાં સામેલ છે. તેને સ્કોલિયોસિસ (Scoliosis)નામની બીમારી છે. આ કારણે તે ઘણીવાર બરાબર બોલી શકતો નથી. તો કિરણ ખેર(Kiran Kher) મલ્ટિપલ માયલોમાથી પીડિત છે, જે એક પ્રકારનું બ્લડ કેન્સર(Blood cancer) છે.