આ ઓબીસી ડેટા તો ખોટો છે- માત્ર અટક જોઈને માહિતી એકઠી કરવામાં આવે છે-મહારાષ્ટ્રમાં ઓબીસી ડેટા મામલે મહાભારત

by Dr. Mayur Parikh
Devendra Fadnavis: Inauguration of hospital in Kandivali under the spirit of public service of healthy Mumbai... Devendra Fadvis said this important thing...

News Continuous Bureau | Mumbai

અધર બેકવર્ડ કાસ્ટ (OBC) માટેનો ઈમ્પીરીકલ ડેટાને(Imperial data) લઈને ફરી એક વખત મહાવિકાસ આઘાડી(Mahavikas Aghadi) સરકાર અને ભાજપ(BJP) સામ સામે થઈ ગયા છે. બંને પક્ષ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. હાલ OBC માટેનો ઈમ્પીરીકલ ડેટા ભેગો કરવાનું કામ હાલ મહારાષ્ટ્રમાં ગામે-ગામમાં ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં હાલ જુદા જુદા જિલ્લામાં OBC માટેનો ઈમ્પીરીકલ ડેટાનો ચાલી રહેલો સેમ્પલ સર્વે(Sample survey) ખામીયુક્ત હોવાનો આરોપ રાજ્યના વિરોધપક્ષ નેતા(Leader of the Opposition) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) કર્યો છે.

એક પત્રકાર પરિષદમાં(press conference) દેવેન્દ્ર ફડણવીસે એવો આરોપ કર્યો હતો કે ખામીયુક્ત સર્વેને (Defective survey)કારણે OBCની વસતીનો આંકડો અત્યંત ઓછો આવી શકે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે તેમની પાસે આવેલા ડેટા મુજબ સરકાર દ્વારા સેમ્પલ સર્વે બરોબર કરવામાં આવી રહ્યો નથી. અનેક જાતિમાં એકસરખી સરનેમ હોય છે. સેમ્પલ સર્વેમાં બરોબર રીતે મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું નથી.

 આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં પોલિટીકલ ડ્રામા પાર્ટ ટુ- હવે વિધાન પરિષદમાં શિવસેના-કોંગ્રેસને ફટકો આપશે બીજેપી-જાણો વિગતે શું છે નવી રાજકીય રમત

એક અહેવાલ મુજબ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ(Former Chief Secretary) જયંતકુમાર બાંઠિયાના(Jayant Kumar Banthiana) માર્ગદર્શનમાં આયોગ તરફથી આ ડેટા ભેગો કરવામાં આવી રહ્યો છે. જોકે તેમાં ગ્રામવિકાસ વિભાગની(Rural Development) યંત્રણા પાસેથી  મદદ લેતા સમયે સરનેમ પરથી OBCની સંખ્યા નક્કી કરવામાં આવી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે. 

સરકારની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે ત્યારે પત્રકાર પરિષદમાં ફડણવીસે કહ્યું હતું કે સરકારે જો અમારી ચેતવણીને અવગણી તો અમારી પાસે આ ડેટાને જાહેર કર્યા સિવાય અને તેની સામે આકરો વિરોધ કર્યા સિવાય કોઈ ઉપાય રહેશે નહીં.

દેવેન્દ્ર ફડણવીસના(Devendra Fadnavis) આરોપ સામે જોકે રાજ્યના અન્ન નાગરી પુરવઠા પ્રધાન છગન ભુજબળે કહ્યું હતું કે સરનેમ પરથી જાતિ નક્કી કરવામાં આવતી નથી. ગ્રામપંચાયતના સ્તર પર તલાટી, ગ્રામસેવકના મારફત આ ડેટા ભેગો કરવામાં આવી રહ્યો હોવાની સ્પષ્ટતા કરી હતી. 
 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More