ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે ૨૦૨૧
શનિવાર
હાલ મહારાષ્ટ્ર કોરોનાની બીજી લહેરથી જજુમી રહ્યું છે. બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ આ મહામારીની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. તેથી હવે મહારાષ્ટ્ર સરકારે તાત્કાલિક ધોરણે બાળરોગ તજજ્ઞોની ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “મહારાષ્ટ્રમાં હાલ આ કોરોનાની બીજી લહેર છે અને ત્રીજી લહેરની પૂર્વસૂચના હોવાથી પ્રસાશન તકેદારીના પગલાં લઈ રહ્યું છે.” વિશેષરૂપે નાના બાળકો ચેપનું પ્રમાણ જોતા અમે બાળરોગ ચિકિત્સકોની એક ટાસ્ક ફોર્સ તાત્કાલિક બનાવવાના છીએ. બાળકોની સંભાળ અને સારવાર માટે ટાસ્ક ફોર્સ કામ કરશે. ઉપરાંત હોસ્પિટલના બેડ્સ, બાળકો માટે વેન્ટિલેટર, એનઆઈસીયુમાં બેડ્સની સંખ્યામાં વધારો અને બીજી તમામ સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમ જ રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલુ છે.
કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં આપી આ છૂટછાટ; જાણો વિગત…
ઉલ્લેખનીય છે કે કોરોનાની પહેલી લહેરમાં મોટી ઉંમરના લોકો વધુ ઝડપથી ચપેટમાં આવી રહ્યા હતા, જયારે બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ ખૂબ ઝડપથી સંક્રમિત થઈ રહ્યા છે.