News Continuous Bureau | Mumbai
નૂપુર શર્માએ(Nupur Sharma) પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણી પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો.
નેતાની ધરપકડની માંગ સાથે શુક્રવારે દેશભરના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થયા હતા.
જોકે રાંચી(Ranchi), હાવડા(Howrah) સહિત અનેક શહેરોમાં ભારે હિંસા(Violence) ફાટી નીકળી હતી.
પ્રદર્શનકારીઓ(protesters) બેકાબૂ થયા બાદ રાંચી અને જમ્મુ-કાશ્મીરમાં(Jammu and Kashmir) કરફ્યુ લાગુ કરાયો છે અને બે શહેરોમાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું.
બંગાળના(Bengal) હાવડામાં પણ હિંસાના પગલે ૧૩મી સુધી ઈન્ટરનેટ સેવા(Internet service) ઠપ્પ કરી દેવાઈ.
આ ઉપરાંત ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા અને ભીડને વિખેરવા માટે પોલીસે હવાઈ ફાયરિંગ(Aerial firing) કરવું પડ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણી – મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ફટકો, સંજય પવારનો પરાજય – તો બીજેપીનો આટલી સીટ પર વિજય