News Continuous Bureau | Mumbai
દેશભરમાં હાલ એક કિસ્સો ખુબ જ ચર્ચામાં છે. આ કિસ્સો બીજા કોઈ નહીં પરંતુ વડોદરા(Gujarat's Vadodara)ની ક્ષમા બિંદુ(Kshama Bindu's self Marriage)નો છે. જેણે પોતાની જાત સાથે જ આત્મવિવાહ કર્યા છે.
ક્ષમા બિંદુ(Kshama Bindu) એક એવી યુવતી છે જેણે પોતાને જ પોતાની જીવનસાથી બનાવી લીધી છે. જો કે, ક્ષમા બિંદુએ 11 જૂનના લગ્ન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિવાદોથી બચવા માટે, ક્ષમાએ નિર્ધારિત સમયના ત્રણ દિવસ અગાઉ આત્મવિવાહ(self marriage) કરી લીધા છે. આ લગ્ન આમ તો સામાન્ય લગ્ન જેવા જ હતા લાલ કપડા હાથમાં મહેંદી સાથે દુલ્હન(bride)ની માફક તૈયાર થયેલી ક્ષમા બિંદુએ પોતાની જાતે જ સેથામાં સિંદુર ભર્યો હતો.
#KshamaBindu gets married to self!
This is what happens when u take #AtmanirbharBharat to Pro Max levels.#Sologamy pic.twitter.com/neILbtxfOh— The DeshBhakt @TheDeshBhakt) June 9, 2022
આ સિવાય પોતાની જાતને જ મંગળસૂત્ર(mangalsutra) પણ પહેરાવ્યું ખાલી આ લગ્નમાં વરરાજા(groom) અને પંડિતજી નહોતા એટલે કે પોતે જ દુલ્હન(bride) અને પોતે જ વરરાજા(groom). વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા ક્ષમા(Wedding at Home)ના ઘર પર તેના લગ્ન યોજાયા હતા.
આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે
આ લગ્ન લગભગ 40 મિનિટ સુધી ચાલ્યા હતા, જેમાં તેના પરિવાર અને મિત્રો (Family and freinds)જોડાયા હતા. આ પ્રકારના લગ્ન કરાવવા માટે પંડિતજી(Panditji)એ પણ ના પાડી હતી. ત્યારબાદ ડિજિટલ મંત્રો સાથે ક્ષમાએ લગ્ન કર્યા. જેમાં મહેંદી, હલ્દીથી લઇને ફેરાની પણ વિધિ યોજાઇ હતી.
આમ, દેશમાં પહેલા આત્મવિવાહ સંપન્ન થયા છે અને ક્ષમા આત્મવિવાહ(Indians first self marriage) કરનારી દેશની પહેલી યુવતી બની છે.