News Continuous Bureau | Mumbai
આર્થિક રાજધાની મુંબઈ(Mumbai) સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના દૈનિક દર્દી(Covid daily cases)ની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ગત ૩થી ૪ દિવસમાં દર્દી(covid patients) રાજ્યમાં હજારથી વધુ નોંધાઈ રહ્યા છે. જેના કારણે રાજ્ય સરકાર ચિંતામાં પડી ગઈ છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં (Maharashtra Corona Case) વધારો ડરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણ(covid19 spread)ના 1,881 નવા કેસ નોંધાયા છે. જે સોમવારના મુકાબલે 81 ટકા અને 18 ફેબ્રુઆરી બાદ સૌથી વધુ છે. જોકે રાહતના સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન સંક્રમણને કારણે એક પણ દર્દી(no covid death)નું મોત થયું નથી. તે જ સમયે 878 દર્દીઓ સાજા (recover patient)થયા છે. આ સાથે હવે રાજ્યમાં રિકવર થવાનું પ્રમાણ 98.02 (recovery rate) ટકા થયું છે. જ્યારે મૃત્યુનું પ્રમાણ 1.87 ટકા(death rate) છે અને નવા દર્દી નોંધાવાનું પ્રમાણ 9.73 ટકા થયું છે. હાલ રાજ્યમાં કોરોનાના 8,432 સક્રિય કેસ(active cases) છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં રોકેટ સ્પીડે વધતો કોરોના- દેશમાં દૈનિક કેસમાં ગઈકાલ કરતાં આજે આટલા ટકા થયો વધારો- જાણો આજના ચોંકાવનારા આંકડા
મહારાષ્ટ્રમાં BA.5 વેરિઅન્ટ(covid variant)ના કેસ પણ ઝડપથી વધવા લાગ્યા છે. પૂણે(Pune)ની 31 વર્ષની મહિલામાં BA.5 વેરિઅન્ટ મળી આવ્યો છે. મહિલામાં કોઈ લક્ષણો નહોતા. જો કે તે હોમ આઈસોલેશનમાં સ્વસ્થ થઈ ગઈ.
તો બીજી તરફ આજે મુંબઈ(Mumbai)માં પણ દર્દીઓની સંખ્યા એક હજારનો આંક વટાવી દીધો છે. મુંબઈમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના નવા દર્દી(new cases increased in Mumbai)ની સંખ્યા 1242 નોંધાઈ છે અને એક પણ દર્દીનું મોત (No covid death) થયું નથી. જ્યારે કોરોનાના 254 દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કર્યા હતા અને કોરોનાના અત્યારે શહેરમાં સક્રિય 5974 દર્દી છે. આજે શહેરમાં 17145 દર્દીઓનું ટેસ્ટિંગ(covid testing) કરાયું હતું. તેમાંથી 1242 કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે.