મોંઘવારીનો વધુ એક માર- હવે લોન થશે મોંઘી- RBIએ ફરી એકવાર રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો

by Dr. Mayur Parikh
SBI, ICICI Bank, HDFC Bank continue to remain systemically important banks: RBI

 News Continuous Bureau | Mumbai

મોંઘવારી(INflation)માં પિસાતી જનતાને આજે વધુ એક ઝટકો લાગ્યો છે. કેન્દ્રીય બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંકે(REserve bank of India- RBI)  વ્યાજદર(EMI)માં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે અને આગામી સમયમાં મોંઘવારી (Inflation) પણ વધુ રહેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikant Das) મોનેટરી પોલિસી કમિટી(MOnetory policy committee meet)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે MPCની બેઠકમાં રેપો રેટ(Repo rate)માં 50 બેસિસ પોઇન્ટનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રેપો રેટ 4.40 ટકાથી વધીને 4.90 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં વધારાને કારણે હવે તમારી હોમ લોન(Home loan), ઓટો લોન(auto loan)ની EMI વધશે. સાથે જ બેંકો(Bank) માટે અતિ મહત્વના MSF રેટમાં પણ આરબીઆઈ(RBI)એ વ્યાજદર વધાર્યા છે. સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી એન્ડ માર્જિનલ સ્ટેન્ડિંગ ડિપોઝીટ ફેસિલિટી દર(Standing Deposit Facility and Marginal Standing Deposit Facility rate) પણ 50 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બંને દર અનુક્રમે વધારીને 4.65% અને 5.15% કર્યા છે. 

આ સમાચાર પણ વાંચો : સસ્પેન્ડેડ નેતા નુપૂર શર્માની મુશ્કેલીમાં વધારો- વિવાદિત ધાર્મિક ટિપ્પણી મામલે મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ- આ તારીખ પહેલા હાજર થવાનો આદેશ

આ સિવાય એમપીસી(MPC)એ મોનિટરી પોલિસીને અકોમોડેશનથી અગ્રેસિવ કરવા માટે મહત્વના જરૂરી પગલાં લેવાની તૈયારીઓ દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્ક(RBI)ની મોનટરી કમિટીની ત્રણ દિવસની બેઠક સોમવારથી ચાલી રહી હતી, જે આજે પૂરી થઈ હતી. આ નાણાકીય વર્ષ(Financial year)માં આરબીઆઈ એમપીસી(RBI MPC)ની આ ત્રીજી બેઠક હતી. આ બેઠકમાં ગવર્નર દાસની આગેવાની હેઠળ સમિતિના પાંચ સભ્યો ફુગાવાની વાસ્તુશિલ્પીય સ્થિતિ અને આર્થિક વૃદ્ધિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. બેકાબૂ મોંઘવારી(Inflation)ને ઘ્યાનમાં રાખીને કમિટીના સભ્યોએ વાત પર સહમત થયા હતાં કે, હાલ રેપો રેટ(Repo Rate) વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More