News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલવે(Western railway) વગર ટિકિટે સફર કરતા મુસાફરો(Commuters without ticket)ને રોકવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ(Ticket checking drive) ચલાવે છે. પશ્ચિમ રેલ્વેના મુંબઈ વિભાગે(Mumbai division) 2022 ના મે મહિનામાં હાથ ધરવામાં આવેલી આવી તપાસ અભિયાન દરમિયાન રૂ. 12.24 કરોડની વસૂલાત કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે બોર્ડની શરૂઆતથી અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર,વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનએ 2022 મે મહિનામાં હાથ ધરાયેલી સઘન ચેકિંગ ડ્રાઇવમાં ટિકિટ ચેકિંગ દરમિયાન દંડ તરીકે રૂ. 12.24 કરોડ વસૂલ કર્યા છે. આ મે 2022 ના મહિના માટે નિર્ધારિત 1.26 કરોડના લક્ષ્યાંક કરતાં નોંધપાત્ર રીતે વધારે છે અને 871% ની વૃદ્ધિ દર્શાવે છે. વર્તમાન દંડ રૂ. 9.4 કરોડના અગાઉના શ્રેષ્ઠ રેકોર્ડ કરતાં 30% વધારે છે.
આ સમાચાર પણ વાંચો : ખતરાની ઘંટી વાગી ગઈ-દેશમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસો- સરકારે આ 5 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું- પત્ર લખી નિર્દેશ આપ્યા
2022ના એપ્રિલ અને મે મહિનાની કુલ સંચિત આવક રૂ. 21.65 કરોડ છે, જે પાછલા વર્ષની રૂ. 2.35 કરોડની સંચિત આવક કરતાં 821 ટકા વધુ છે, જે ફરી સૌથી વધુ આવક છે. બંને મહિના માટે કુલ સંચિત રૂ. 3 કરોડના સંચિત લક્ષ્યાંક કરતાં 622 ટકા વધુ છે. ડિવિઝનના કમર્શિયલ વિભાગ દ્વારા ઝીણવટભરી આયોજન અને અમલીકરણ દ્વારા આ સિદ્ધિ(milstone)ઓ પ્રાપ્ત કરવામાં આવી છે.
દરમિયાન, પશ્ચિમ રેલવે(WR)એ લોકોને અસુવિધા ટાળવા માટે યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવા અને માન્ય આઈડી કાર્ડ સાથે રાખવાની અપીલ કરી છે.