News Continuous Bureau | Mumbai
વેસ્ટર્ન રેલવેમાં(Western Railway) 14.30 કલાકના બ્લોક લઈ બોરીવલી(Borivali) અને કાંદીવલીની(Kandivali) વચ્ચે પોઇસર પુલના રિ-ગર્ડરિંગનું(Regirdering) કામ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. રિ-ગર્ડરિંગના કારણે રેલવેનો પ્રવાસ વધુ સુરક્ષિત અને ઝડપી બનશે એવો દાવો વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવ્યો છે.
પ્રવાસીઓની સલામતી વધારવા અને ટ્રેનો ઝડપથી અને સરળતાથી ચાલે તે માટે, વેસ્ટર્ન રેલ્વેએ શનિવાર રાતના 11 વાગ્યાથી રવિવાર બીજા દિવસે બપોરના 1.30 વાગ્યા સુધી UP/DN ફાસ્ટ લાઇન પર 14.30 કલાકના બ્લોક લીધો હતો. આ બ્લોકમાં બોરીવલી અને કાંદિવલી વચ્ચેના પુલના રિ-ગર્ડરિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : બહુચર્ચિત સાકીનાકા બળાત્કાર- હત્યા કેસમાં 45 વર્ષનો આરોપી દોષી – આ તારીખે સંભળાવવામાં આવશે સજા
વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર(Chief Public Relations Officer) સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી અખબારી યાદી મુજબ, મુંબઈ ઉપનગરીય(Mumbai Suburbs) વિભાગમાં માળખાકીય અપગ્રેડેશન(Structural upgradation) નું કામ હાથમાં લેવામાં આવ્યું છે. જે હેઠળ બ્રિજ નં. 61 ને અપ અને ડાઉન ફાસ્ટ લાઇન પર પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ ગર્ડર(Pre-stressed concrete girder)સ્લેબ સાથે બદલવામાં આવ્યો છે. આ કામમાં 9.15 મીટર સ્પૅન સ્ટીલ ગર્ડરના 4 સ્પાન્સને 14 સિમેન્ટના સ્લેબ ગર્ડર સાથે બદલવામાં આવ્યા છે. રોડ ક્રેઈનનો ઉપયોગ કરીને અને ઓવરહેડ વાયરને નીચે ઉતારીને કામ કરવામાં આવ્યું હતું.

સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ દરિયાની નજીક હોવાથી અને ભેજવાળા હવામાનને કારણે સ્ટીલ ગર્ડર્સ સતત કાટ લાગીને બગાડની સંભાવના ધરાવે છે. તેથી આ ગર્ડરની સલામતી વધારવા માટે, સ્ટીલ ગર્ડરને PSC ગર્ડર્સથી બદલવામાં આવ્યા છે. PSC ગર્ડર્સ ટકાઉપણું સુનિશ્ચિત કરશે અને તમામ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે, જેનાથી સુરક્ષિત અને ઝડપી ટ્રેન કામગીરી સુનિશ્ચિત થશે. આનાથી ટ્રેકની લોડ બેરિંગ ક્ષમતામાં પણ વધારો થશે. થોડા દિવસ અગાઉ પણ જોગેશ્વરી ખાતેના બ્રિજ નંબર 43ના રિગર્ડરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
