News Continuous Bureau | Mumbai
રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે હાર્બર રેલવે(harbour line)માં રવિવારે CSMT- ચુનાભટ્ટી/બાંદ્રા સ્ટેશન વચ્ચે 5 કલાકનો મેગા બ્લોક(mega block) લેવામાં આવશે.આ મેગા બ્લોક CSMT- ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન રૂટ પર સવારે 11.40થી બપોરે 4.40 સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા- CSMT અપ રૂટ પર 11.10થી 4.10 સુધી મેગા બ્લોક રહેશે.
બ્લોક દરમિયાન, CSMTથી વાશી/બેલાપુર/પનવેલ સુધીના ડાઉન હાર્બર રૂટ પરની ટ્રેનો સવારે 11.16 થી બપોરે 4.47 વાગ્યા સુધી બંધ રહેશે. એ જ પ્રકારે CSMTથી બાંદ્રા/ગોરેગાંવ સુધી સવારે 10.48 થી બપોરે 4.43 વાગ્યા સુધી બંધ રહેશે.
આ સમાચાર પણ વાંચો : MNS થયું આક્રમક: ઉત્તર પ્રદેશના નેતા બ્રિજભૂષણ સિંહ વિરોધ નોંધાવી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.. જાણો વિગતે
પનવેલ/બેલાપુર/વાશીથી CSMT પરની ટ્રેનો સવારે 9.53 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે અને ગોરેગાંવ/બાંદ્રાથી અપ હાર્બર રૂટ પરની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 10.45 વાગ્યાથી સાંજના 5.13 વાગ્યા સુધી બંધ રહેશે. મુસાફરોની સુવિધા માટે બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.