News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેની(Raj Thackeray) અયોધ્યાની મુલાકાત(Ayodhya Visit) સામે જોરદાર વિરોધ કરનારા ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) કદાવર નેતા અને સાંસદ બ્રિજભૂષણ સિંહ(MP Brijbhushan Singh) સામે હવે MNS આક્રમક બની ગયું છે. MNS દ્વારા દાદર પોલીસ સ્ટેશનમાં(Dadar police station) બીજેપી સાંસદ(BJP MP) બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના અહેવાલ આવ્યા છે.
બ્રિજભૂષણ સિંહ દ્વારા રાજ ઠાકરે વિશે એકદમ હલકી ભાષામાં ઘસાતા નિવેદન આપવામાં આવ્યા હતા. MNSએ આ મુદ્દાઓને આધારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બે રાજ્યની અલગ-અલગ ભાષા ધરાવતા લોકો વચ્ચે તણાવ નિર્માણ કરવો અને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાના આરોપ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાના મીડિયા હાઉસમાં અહેવાલ આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : NCP અધ્યક્ષ શરદ પવારે પુણેના દગડુશેઠ ગણપતિના દર્શન બહારથી જ કર્યા. જાણો શું છે કારણ..
MNS પબ્લિક ઈન્ટરેસ્ટ સેલના એડવોકેટ ગજને, અને રવિ પશ્તે, સબ-ડિવિઝનલ પ્રેસિડેન્ટ શશાંક નાગવેકર વગેરે પોલીસ સ્ટેશનમાં હાજર હતા. જો આ કેસ નોંધવામાં આવે છે, તો મહારાષ્ટ્રમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ આ પહેલો કેસ હશે.
રાજ ઠાકરેની અયોધ્યાની મુલાકાતની જાહેરાત દરમિયાન બ્રિજભૂષણે એવું કહ્યું હતું કે હું 2008 થી રાજ ઠાકરેને શોધી રહ્યો છું. "જો તેઓ મને ક્યારેય એરપોર્ટ પર મળશે, તો હું ચોક્કસપણે તેમને બરોબરનો પરતો દેખાડીશ. બ્રિજ ભૂષણે એવી પણ ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેઓ ઉત્તર ભારતીયો(North Indians) સામેના આંદોલન માટે માફી નહીં માંગે ત્યાં સુધી તેમને અયોધ્યામાં પગ મુકવા દેવામાં આવશે નહીં.