News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી(Sangli) શહેરમાં હવે જ્યાં નજર નાખશો ત્યાં બધું પીળું જ નજર પડશે. સાંગલી મ્યુનિસિપલ કોર્પોરેશને(Municipal Corporation) હવે સાંગલી શહેરના બ્રાન્ડિંગ(Branding) માટે સાંગલીને યલો સિટી (Yellow City) બનાવવાનો નિર્ણય લીધો છે.
યલો સિટી બનાવવાની યોજના હેઠળ ટૂંક સમયમાં સાંગલી મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઇમારતો, સરકારી કચેરીઓ અને મુખ્ય માર્ગ પરની ઇમારતોને પીળા રંગથી રંગવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : ઝુમ બરાબર ઝુમ શરાબી… મુંબઈના લોકો અધધ… આટલો બધો દારૂ પી ગયા. આંકડા આવ્યા સામે. પરંતુ દેશના આ રાજ્યમાં સૌથી વધુ બેવડાઓ.. જાણો લેટેસ્ટ રિપોર્ટ..
અહીં ઉલ્લેખનીય છે કે સાંગલી જિલ્લો વિશ્વભરમાં હળદરની સાંગલી તરીકે ઓળખાય છે. તેથી, આ પીળા શહેરની બ્રાન્ડ બનાવવા માટે પાલિકા કમિશનર(Municipal Commissioner) નીતિન કાપડનીસે(Nitin Kapdanis) સાંગલીને હળદર જેવું પીળું બનાવવાનો નિર્ણય લીધો છે. સાંગલી પાલિકાના આ નિર્ણયને અનેક સામાજિક સંસ્થાઓએ(Social organizations) પણ આગળ આવીને સમર્થન આપ્યું છે.