News Continuous Bureau | Mumbai
કોરોના(Covid19) વિરોધી વેક્સીન કોર્બેવૈક્સની(Corbevax) કિંમતોમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.
વેક્સીનની(Vaccine) કિંમત ઘટાડીને 250 રૂપિયા કરી દેવામાં આવી છે.
બાયોલોજિકલ ઈ-લિમિટેડ (Biological e-Limited) દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે વેક્સીન લેનારે 400 રૂપિયા ચૂકવવા પડશે. તેમાં ટેક્સ(TAX) અને વેક્સિન લગાવવાની ફી સામેલ થશે.
અગાઉ કોરોના વિરોધી આ વેક્સીનની કિંમત પહેલા 840 રૂપિયા નક્કી કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ(Drug Controller General of India) 5થી 15 વર્ષના બાળકો માટે કોરોના વિરુદ્ધ કોર્બેવૈક્સને ઇમરજન્સી ઉપયોગની(Emergency Use) મંજૂરી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતના નામે વધુ એક સિદ્ધિ, હવામાંથી માર કરી શકે તેવા આ સ્વદેશી મિસાઈલનુ કર્યું સફળ પરીક્ષણ.. જુઓ વિડીયો..