News Continuous Bureau | Mumbai
મુંબઈમાં(Mumbai ) રખડતા શ્વાનો(Stray dogs) ને ગમે ત્યાં ખાવાનું આપવાને કારણે જે-તે સ્થળ તો ગંદા થાય છે પણ સાથે જ ત્યાં ભેગા થતા શ્વાનોને કારણે લોકોને તેનો ત્રાસ પણ થાય છે. તેથી મુંબઈમાં રસ્તે રખડતાં શ્વાનના ઉપદ્રવને ટાળવા માટે હવે પ્રત્યેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ''(Street Dog eating spot) રહેશે.
BMC કમિશનર(BMC commissioner) દ્વારા દરેક વોર્ડમાં ''સ્ટ્રીટ ડોગ ઈટિંગ સ્પોર્ટ'' નક્કી કરવાનો આદેશ તમામ ૨૪ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને(Assistant comissioner) આપવામાં આવ્યો છે. આ સંબંધેની પ્રશાસન દ્વારા નિયમાવલી તૈયાર કરવામાં આવી રહી છે. આ નિયમાવલીમાં કયા સમયે અને કયો ખાદ્યપદાર્થ(Food) નાખવો તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં ભટકતા શ્વાનની સંખ્યા લગભગ ૩ લાખ હોવાનો અંદાજ છે. આ શ્વાનોને લીધે રસ્તા પરથી આવતા જતાં નાગરિકો તથા સ્કૂટરો સવારને રાતના સમયે જીવ મૂઠીમાં રાખીને જવું પડે છે કારણ કે શ્ર્વાન તેમની પાછળ પડી જાય છે.
આ સમાચાર પણ વાંચો : હાઉસિંગ સોસાયટી સામે ફરિયાદ છે? પહોંચી જાવ પોલીસ સ્ટેશનમાં. મુંબઈ પોલીસ કમિશનરે લીધો આ નિર્ણય.. જાણો વિગતે
હકીકતમાં રખડતા શ્વાનો(Street dogs) માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં ફેંકવામાં આવતા હોવાને કારણે જે-તે એરિયામાં શ્વાનનો ઉપદ્રવ વધી જાય છે.
હવે આવા શ્વાન માટે ખાદ્ય પદાર્થ ગમે ત્યાં નહીં નાખવા માટે પાલિકા ખાસ નિયમાવલી તૈયાર કરી છે. પાલિકાએ નિશ્ચિત કરેલી જગા પર જ શ્વાન માટે નક્કી કરેલા સમયે ખાદ્ય પદાર્થ મુકવા એવી અપીલ પ્રાણી પ્રેમીઓને(Animal lovers) કરવામાં આવી હોવાનું પાલિકા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે.