News Continuous Bureau | Mumbai
હવામાન ખાતાએ(meteorological department) આ વર્ષે દેશભરમાં નૈઋત્યના ચોમાસાનું(Monsoon) આગમન વહેલો થવાનો વર્તારો કર્યો છે. આંદામાનમાં(Andaman) ત્રણ દિવસ બાદ ચોમાસાના આરંભ થવાનો છે. ત્યારબાદ અરબી સમુદ્ર (Arabian Sea)અને તેના પછીના સપ્તાહમા દક્ષિણ દ્વીપ અને તેનાથી જોડાયેલા પશ્ચિમ-પૂર્વ વિસ્તારમાં વરસાદ પડશે અને ત્રીજા અઠવાડિયામાં ચોમાસું મહારાષ્ટ્ર(Maharashtra) સુધી પહોંચી જશે એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.
આંદામાનમાં 15 મે સુધી ચોમાસું પહોંચશે. આંદામાનમાં સામાન્ય રીતે 22 મે સુધીની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે. પરંતુ આ વર્ષે એક સપ્તાહ જલદી તેનું આગમન થશે. સામાન્ય રીતે દેશમાં 22 મેથી 13 જુલાઈ સુધીમાં ચોમાસું સમગ્ર દેશમાં ફરી વળે છે. પરંતુ આ વર્ષે થોડું વહેલું ચોમાસું બેસવાનું છે.
મહારાષ્ટ્રમાં કોંકણમાં(Kokan) ચોમાસાનો પ્રવેશ 27મેથી બે જૂનની આસપાસ થવાની શક્યતા છે.તો ગુજરાતમાં(Gujarat) સામાન્ય રીતે ચોમાસાનો પ્રવેશ દક્ષિણ ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહથી થતો હોય છે અને ત્યારબાદ 20 જૂન સુધીમાં સૌરાષ્ટ્ સહિતના રાજ્ય સુધી પહોંચે છે પણ આ વખતે 10 જૂન પહેલા જ ગુજરાતમાં વરસાદનું આગમન થવાની શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો: કેરળમાં ‘ટોમેટો ફ્લૂ’એ મચાવ્યો આતંક, અત્યાર સુધી આટલા બાળકો આવ્યા તેની ચપેટમાં. તંત્ર થયું દોડતું.. તાબડતોબ લીધા આ પગલાં
આ દરમિયાન હિંદ મહાસાગર(Indian Ocean) માં ઓછા દબાણનો ક્ષેત્ર નિર્માણ થવાથી નિર્માણ થયેલું વાવાઝોડું (Hurricane)બાંગ્લાદેશ (Bangladesh)અને મ્યાંમારના(Myanmar) ઉત્તર કિનારા સુધી પહોંચી ગયું છે. આ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશ(Andhrapradesh), ઓડિશા(Odisha), તેલંગણા(Telangana) અને બંગાળમાં(Bengal)ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.