News Continuous Bureau | Mumbai
આજકાલ લોકો ઓનલાઈન ફૂડ(Online food) તરફ વળ્યા છે. પરંતુ તમને કોઈ એવું કહે કે હવે તમારા ઘરે કોઈ ડિલિવરી બોય નહીં, પરંતુ ડ્રોન (drone)મારફતે ખાવા પીવાનો સામાન પહોંચશે તો તમને નવાઈ લાગશે. પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. સ્વિગી(food delivery swiggy app) ટૂંક સમયમાં તમારા ઘરે ખાવા-પીવાનો સામાન ડ્રોન મારફતે પહોંચાડશે. સ્વિગી ડ્રોન મારફતે દિલ્હી-એનસીઆર(Delhi-NCR and Bengaluru) અને બેંગ્લુરુ જેવા શહેરોમાં કરિયાણાનો સામાન પહોંચાડશે. તેના માટે સ્વિગીએ ગરુડ એરોસ્પેસ(Garuda areospace) સાથે ભાગીદારી કરી છે. જોકે હાલ આ શહેરોમાં ટ્રાયલ રન કરવાની તૈયારી ચાલી રહી છે. આ પાયલોટ પ્રોજેક્ટ મારફતે સ્વિગીની ગ્રોસરી ડિલિવરી(grocery delivery) સર્વિસ ઈંસ્ટામાર્ટમાં(Instamart) ડ્રોનના ઉપયોગની જરૂરિયાતની ગણતરી કરવામાં આવશે.
ગુડગાંવ અને ચેન્નાઈમાં તેના મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ નું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. કંપનીના મતે, ૨૫૦ મિલિયન ડોલર (લગભગ ૧,૯૧૦ કરોડ રૂપિયા)ની વેલ્યૂની સાથે ગરૂડ એરોસ્પેસ દેશની સૌથી વેલ્યુએબલ ડ્રોન સ્ટાર્ટઅપ છે. કંપનીની યોજના વર્ષ ૨૦૨૪ સુધી ૧,૦૦,૦૦૦ સ્વદેશી ડ્રોન બનાવવાની છે. આ સંપૂર્ણ રીતે ઈન્ડિયામાં તૈયાર થશે. એક બ્લોગ પોસ્ટમાં સ્વિગી(Swiggy)એ જણાવ્યું છે કે ડિલિવરી પાર્ટનર 'કોમન પોઈન્ટ'(Common point) થી ઓર્ડર લેશે અને તેના ગ્રાહકો સુધી પહોંચાડશે. ગરુડ એરોસ્પેસ જણાવ્યું છે કે સ્વિગીએ તેના માટે રિક્વેસ્ટ કરી હતી અને એક પ્રપોઝલ મોકલ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર, ટૂંક સમયમાં પડી શકે છે વરસાદ
ગરુડ એયરોસ્પેસના ફાઇન્ડર CEO અગ્નિશ્વર જયપ્રકાશે આ પાર્ટનરશિપને 'ડ્રોનથી ડિલીવરી માં એક નવા યુગની સવાર' ગણાવી છે. તેમના મતે, શહેરોમાં ભારે ભીડ માં સ્વિગી જેવા સ્ટાર્ટઅપ સમજી ગયા છે કે એડવાન્સ ગરુડ એરોસ્પેસ ડ્રોન મારફતે લોકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં કેવી રીતે ભૂમિકા ભજવી શકે છે. સ્વિગીની તો આ ફૂડ ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર ગત વર્ષ Swiggy One નામથી એક અપગ્રેડેડ મેમ્બરશિપ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ સબ્સક્રિપ્શન પ્લાન મેમ્બર્સને ફૂડ, ગ્રોસરી જેવી ઘણી ચીજો માટે તમામ ઓનલાઇન ડિલિવરી પ્લેટફોર્મની સર્વિસમાં મફતમાં ડિલિવરી, ડિસ્કાઉન્ટ અને ઘણા પ્રકારના બેનિફિટ આપે છે. નવા Swiggy One મેમ્બરશિપ પ્લાનની કિંમત પહેલા ત્રણ મહીના માટે ૨૯૯ રૂપિયા અને આખા વર્ષ માટે ૮૯૯ રૂપિયા છે. તેનો મતલબ એવો છે કે એક મેમ્બર વાર્ષિક પ્લાન હેઠળ મહીનામાં માત્ર ૭૫ રૂપિયા ખર્ચ કરશે અને તેમાં તેમણે ઘણા પ્રકારના ફાયદા મળશે. Swiggy One સબ્સક્રિપ્શન ૭૦ હજારથી વધુ પોપુલર રેસ્ટોરાથી અનલિમિટેડ ફ્રી ડિલીવરીની સાથે ૯૯ રૂપિયાથી ઉપરના તમામ ઓર્ડર પર અનલિમિટેડ ફ્રી ઈંસ્ટામાર્ટ ડીલીવરી આપે છે.