285
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પંજાબ પોલીસે દિલ્હી બીજેપી(BJP) નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની(Tajinder Pal Singh Bagga) ધરપકડ કરી છે.
સાયબર સેલની(Cyber cell) ટીમે આ કાર્યવાહી કરી છે. તેની સામે મોહાલી સાયબર પોલીસ સ્ટેશનમાં(Cyber police station) કેસ નોંધવામાં આવ્યો છે.
તેજિંદર પાલ સિંહ બગ્ગા પર આરોપ છે કે તેમણે દિલ્હીના મુખ્યમંત્રી(Delhi Cm) અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) વિરુદ્ધ આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને સમાજને ધર્મ(Religion) અને જાતિના(Cast) આધારે વહેંચવાનો પ્રયત્ન કર્યો.
મહત્વનું છે કે, તજિન્દર બગ્ગાને પંજાબ પોલીસ(Punjab police) દ્વારા તપાસમાં જોડાવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ તે તેની સામે આવ્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે સાથે મિત્રતા મોંઘી પડશે, ભાજપના આ મિત્રએ આપી સલાહ. જાણો વિગતે.
You Might Be Interested In