News Continuous Bureau | Mumbai
મુંબઈગરા હવે બેસ્ટની બસમાં(BEST bus) લક્ઝરી બસ(Luxury bus) જેવો પ્રવાસનો(Travelling) આનંદ મળવાનો છે. જેમાં બેસ્ટની બસની એડવાન્સમાં ટિકિટનું રિર્ઝવેશન(Advance ticket reservation) કરીને આરામથી પ્રવાસ કરી શકશે. એટલું જ નહીં પણ બેસ્ટની બસ કયાં પહોંચી છે તેનું લોકેશન(Location) પણ જાણી શકશે.
મુંબઈગરાની બીજી લાઈફલાઈન(Lifeline) ગણાતી બેસ્ટની બસમાં પ્રવાસ કરવું હવે વધુ સુવિધાજનક બની રહેવાનું છે. મોબાઈલ ઍપ(Mobile App) પર ટિકિટ બુક કર્યા બાદ સંબંધિત પ્રવાસની સીટ બુક થઈ જશે. તે જે પણ સ્ટોપ(Bus stop) પરથી ચઢશે ત્યાંથી તે પોતાની રિઝર્વ કરેલી સીટ પર બેસી શકશે. એ સિવાય બસ કયાં પહોંચી છે તેનું લાઈવ લોકેશન પણ તે જાણી શકશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાને ઝટપટ મિનિટોમાં ફૂડ પહોંચાડવાના ચક્કરમાં આટલા ડિલિવરી બોયઝે કર્યા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જાણો વિગતે.
અહી ઉલ્લેખનીય છે કે બેસ્ટની બસમાં દરરોજ 30 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. બેસ્ટમાં આગામી દિવસમાં પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વધુને વધુ એસી બસનો સમાવેશ કરવામાં આવવાનો છે. આગામી ચાર મહિનામાં 2,000 જેટલી લકઝરી ટાઈપની બસનો સમાવેશ પણ બેસ્ટના કાફલામાં કરવામાં આવવાનો છે.