3 મહિના પછી પ્રિયંકા ચોપરાએ રાખ્યું પોતાની દીકરીનું આ યુનિક નામ…જાણો તેના નામ વિશેનુ મહત્વ

News Continuous Bureau | Mumbai

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને પોપ સ્ટાર નિક જોનાસે  (Priyanka-Nick baby) આ વર્ષની શરૂઆતમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. નાનકડી દીકરીનું સ્વાગત કરવાના ત્રણ મહિના પછી પ્રિયંકા ચોપરા અને પતિ નિક જોનાસે (Priyanka-Nick baby) ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન સાથે તેમના પ્રથમ બાળકના જન્મની જાહેરાત કરી છે 

મીડિયા રિપોર્ટ અનુસાર, કપલે તેમના બાળકનું નામ ‘માલતી મેરી ચોપરા જોનાસ’ (Malti Marie Chopra Jonas) રાખવાનો નિર્ણય કર્યો છે.  ‘માલતી' સંસ્કૃત મૂળની છે અને તેનો અર્થ એક નાનું સુગંધિત ફૂલ અથવા ચાંદની છે. બીજી બાજુ મેરી, એક ખ્રિસ્તી નામ છે, જે લેટિન શબ્દ "સ્ટેલા મેરિસ" પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ "સમુદ્રનો તારો" થાય છે. તેમની દિકરી માતા-પિતા બંનેની અટક ધરાવે છે અને તેનુ નામ તેમના માતા-પિતાના વારસા અને સંસ્કૃતિ બંનેનું સન્માન કરે છે. 

આ સમાચાર પણ વાંચો :  5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે

ઉલ્લેખનીય છે કે 39 પ્રિયંકા ચોપરાએ, ડિસેમ્બર 2018 માં જોધપુરમાં એક વિસ્તૃત લગ્નમાં 29 વર્ષીય અમેરિકન ગાયક સાથે લગ્ન કર્યા હતા. ગત 21 જાન્યુઆરીના રોજ કપલે પોતાના સંતાનનું સ્વાગત કરવાના સમાચાર આપ્યા હતા. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *