News Continuous Bureau | Mumbai
જાે તમને આકાશ દર્શનનો શોખ હોય, ગ્રહો,તારાઓ જાેવાનું ગમતું હોય પરંતુ ટેલિસ્કોપ જેવું સાધન ન હોવાથી જોઈ શકતા ન હોય તો અત્યારે એક અનોખી ખગોળીય ઘટના(Astronomical event) તમે નરી આંખે જોઇ શકો છો. આપણાં સૌરમંડળ(Solar system)ના ચાર ગ્રહો, મંગળ, શુક્ર, ગુરુ અને શનિને એક લાઇનમાં અને તે પણ ટેલિસ્કોપ (Telescope)વિના સૂર્યોદય પહેલાં નરી આંખે જોઈ શકાશે. જો તમારી પાસે સાદુ દુરબીન(Binoculars) હશે તો તેને વધુ સારી રીતે જોઈ શકાશે. આ મહિને અવકાશમાં એક દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. 21મીથી 23મી એપ્રિલ એટલે કે ત્રણ દિવસ સુધી એક બે નહીં ચાર ગ્રહો એક લાઇન(Rare Position of Planets)માં જોવા મળશે. આ ગ્રહોનો સૌથી સુંદર નજારો 23 એપ્રિલે જોવા મળશે. આ દિવસે આ બધા ગ્રહો એક રેખામાં હશે.
આ સમાચાર પણ વાંચો : 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે વેક્સિનનો રસ્તો સાફ, સરકારી પેનલે આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ભલામણ કરી; જાણો વિગતે
ખગોળશાસ્ત્રીઓનું(Astronomers) કહેવું છે કે જો આકાશ સ્વચ્છ હશે તો ચાર ગ્રહો ક્ષિતિજ પર એક ક્રમમાં દેખાશે. પહેલા અને નીચે (ડાબેથી જમણે) ગુરુ, પછી શુક્ર, મંગળ અને શનિ દેખાશે. જો કે, આ સમય દરમિયાન ગુરુ ગ્રહને જોવો થોડો મુશ્કેલ હશે. કારણ કે તે ક્ષિતિજની નજીક હશે. ખાસ વાત એ છે કે 23 એપ્રિલે ચંદ્ર પણ આ ગ્રહોની નજીક આવી જશે. તેનાથી આ નજારો ખૂબ જ સુંદર લાગશે. આ ગ્રહોથી ઉપર ચંદ્ર જોવા મળશે.
આ પહેલાં વર્ષ 2005માં ત્રણ વખત ગ્રહો એક લાઇનમાં આવ્યા હતા. આકાશમાં એક, બે કે ત્રણ ગ્રહો ઘણી વખત એક રેખામાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ચાર ગ્રહો એક લીટીમાં આવી રહ્યા છે. તે દુર્લભ છે. તો આવતા જૂન મહિનામાં સાત ગ્રહોને એક રેખામાં જોવું ખૂબ જ વિશેષ બની રહેશે. 24 જૂને સૂર્યમંડળ(Solar planet)ના સાત ગ્રહો એક પંક્તિમાં જોવા મળશે. આ ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, નેપ્ચ્યુન અને યુરેનસ હશે. જો કે, તેમને જોવા માટે દૂરબીન ની જરૂર પડશે કારણ કે નેપ્ચ્યુન અને યુરેનસ ગ્રહોનું અંતર વધુ છે.
આ સમાચાર પણ વાંચો : એરપોર્ટ બાદ હવે જહાજ પણ ચલાવશે અદાણી, અધધ 1530 કરોડમાં હસ્તગત કરી