News Continuous Bureau | Mumbai
ચીન(China)ના શાંઘાઈ(Shanghai)માં કોરોના વાયરસ(Coronavirus)નું સંક્રમણ સતત વધી રહ્યું છે તે અટકવાનું નામ નથી લઇ રહ્યું.
કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા પ્રશાસને સખત લોકડાઉન(strickt lockdown) જાહેર કર્યું છે.
ઘરમાં પુરાઈ જવાના કારણે તેમ જ જીવનજરૂરિયાત(essentials)ની વસ્તુઓ ન મળવાના કારણે લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે.
અનેક રિપોર્ટ્સ અનુસાર જીવનજરૂરિયાતની વસ્તુઓ જ નહીં, દવાઓની પણ શોર્ટેજ(SHortage) છે.
દરમિયાન સોશિયલ મીડિયા પર તેની તસવીરો જોવા મળે છે. કે લોકો બારીઓ ઉઘાડી સહાય માટે ચીસો પાળે છે.
ઉલ્લેખનીય છે કે શાંઘાઈની વસ્તી આશરે ૨ કરોડ ૬૦ લાખ જેટલી છે. તે સમગ્ર વસ્તીને પૂરેપૂરા લોકડાઉનમાં રાખવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : લગભગ નક્કી થઈ ગયું. હાર્દિક પટેલ આ પાર્ટીમાં જઈ શકે છે. કોંગ્રેસ સાથે છેડો ફાડવાની તૈયારી. જાણો વિગતે….




