News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) જેમ જેમ ચૂંટણી(Elections) નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે.
હાર્દિક પટેલે(hardik Patel) કોંગ્રેસ(Congress) નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
હાર્દિક પટેલ આપમાં જોડાશે તેવી અટકળોએ વેગ પકડ્યો છે, તેવામાં AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ(Gopal Italia) હાર્દિક પટેલને આપમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે.
ગોપાલ ઈટાલિયા મીડિયા સામે કહ્યું કે અમે હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારી યુવાનને પાર્ટીમાં જોડાવવા માટે આમંત્રણ આપીએ છીએ અને અમારી લાગણી છે કે તેઓ AAPમાં જોડાય.
કોંગ્રેસથી હાર્દિકના નારાજગીના સૂર વચ્ચે જો તે આપમાં જોડાય તો ગુજરાતના રાજકારણમાં(Gujarat Politics) મોટી હલચલ જોવા મળશે..
આ સમાચાર પણ વાંચો : સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….