News Continuous Bureau | Mumbai
વિશ્વ વિખ્યાત લેખક પ્રેમ રાવતના પુસ્તક “હિયર યોરસેલ્ફ”નું પ્રકાશક હાર્પર કોલિન્સે ટાઇમલેસ ટુડેના સહયોગથી 13 એપ્રિલે મુંબઈમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રેમ ૨ાવતજીએ મુંબઈમાં ભારતીય અભિનેત્રી મંદિરા બેદી સાથે આ પુસ્તક પર ચર્ચા કરી અને પોતાના વ્યસ્ત જીવનના ઘોંઘાટને શાંત કરવાના વિષય પર માર્ગદર્શન આપ્યું, જેથી આપણી અંદરની અનૂઠી અને પ્રમાણિક અવાજને આપણે સાંભળી શકીએ. તેમણે કહ્યું કે, શાંતિ માનવતાની સૌથી મોટી સિદ્ધિ છે. પ્રેમ રાવત, વિશ્વ પ્રસિદ્ધ શિક્ષક, સૌથી વધુ વેચાનાર પુસ્તકના લેખક અને માનવતાવાદી વ્યક્તિ છે અને દુનિયાભરમાં લોકોને પોતાના હૃદયની અવાજને સાંભળવા અને પોતાનું જીવન ઉત્તમ રીતે જીવવા માટે પ્રેરિત કરે છે.
આ પ્રેમ રાવત દ્વારા લખેલ સૌથી વધુ વેચાનાર પુસ્તક છે, જેનું પ્રકાશન ૨૦૨૧માં વિશ્વ સ્તર કરવામાં આવ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સનું બેસ્ટ સેલર પુસ્તક 58 દેશો અને 5 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તેમના દ્વારા લખેલ પુસ્તકો દુનિયાભરમાં વેચાય છે. પોતાના સંદેશને પહોંચાડવા માટે તેમણે વર્તમાન વાર્તાઓ અને પ્રાચીન કથાઓને આજના સમયને અનુરૂપ ખૂબ જ રસપ્રદ રીતે વ્યક્ત કરી છે. જેને લોકોએ ખૂબ જ વખાણી છે.
આ સમાચાર પણ વાંચો : એનસીબીની મોટી કાર્યવાહી, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ✈️પરથી 3.98 કિલો હેરોઈન સાથે દક્ષિણ આફ્રિકાના નાગરિકની ધરપકડ કરી, આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઈનની કિંમત છે અધધ આટલા કરોડ રૂપિયા
ન્યૂયોર્કની આ સૌથી વધુ વેચાનાર પુસ્તકમાં શ્રી રાવતે પોતાની વિશ્વવ્યાપી યાત્રાઓ દરમિયાન, ધાર્મિક મહાનુભાવો, રાજનૈતિક નેતાઓથી લઇને વિશ્વની સૌથી કડક બંદોબસ્ત વાળી જેલોમાં બંધ કેદીઓ સાથે થયેલ પોતાની વાતચીત વિશે લખ્યું છે. શક્તિશાળી અંતર્દ્રષ્ટિ અને પ્રેમ રાવતજીના જીવનના અનુભવોને પોતાનામાં સમાવીને તેમની આ નવી પુસ્તક, “હિયર યોરસેલ્ફ” એવા મહત્વપૂર્ણ અને વ્યવહારુ પગલા બતાવે છે, જેનો ઉપયોગ આપણે આપણા અંદરના અવાજને સંભાળવા માટે કરી શકીએ છીએ.
પ્રેમ રાવતે પોતાની પુસ્તક દ્વારા જણાવ્યું છે કે આપણી અંદર એક એવું સ્થાન છે જ્યાં રોજ-બરોજની મુશ્કેલીઓ હેરાન નથી કરતી. એક એવી જગ્યા તમારી અંદર છે જ્યાં તમે સ્પષ્ટતા અને સંતોષનો અનુભવ કરી શકો છો અને જે તમારા આનંદ અને આંતરિક શાંતિનું સાચું સ્થાન છે. શાંતિની એ ભાવના આપણા હૃદયમાં છે. તમે જે કોઈ પણ હોવ, શાંતિ તમારાથી શરૂ થાય છે, આત્મજ્ઞાન તમને તેનો અનુભવ કરવામાં મજબૂત બનાવે છે અને આ પુસ્તક તમને જણાવે છે કે કેવી રીતે આ તમારા જીવનમાં સંભવ છે.
“હિયર યોરસેલ્ફ” એટલે કે પોતાની જાતને સાંભળો, આ ભય, ક્રોધ અને ચિંતાથી બચવાના ઉપાય શોધવા અને પોતાના કાનમાં પડતી અવાજને દૂર કરવાના વિષય પર છે. આંતરિક શાંતિ, સુકૂન અને સંતોષ દ્વારા જીવન બદલનાર યાત્રાની શરૂઆત થઇ શકે છે. પોતાના સમયનો સૌથી વધુ લાભ લેવા માટે આપણે પોતાના ધ્યાનને ત્યાં કેન્દ્રિત કરવું જોઈએ જે ખરેખર આપણા માટે મહત્વનું હોય અને જે આપણને સૌથી વધુ સંતુષ્ટ કરતું હોય. કારણ કે દુનિયામાં બીજું બધું ઘોંઘાટ જ છે.
જયારે કાર્યક્રમની હોસ્ટ મંદિર બેદીએ પ્રેમ રાવતને તેમની પુસ્તક “હિયર યોરસેલ્ફ” વિષે પૂછ્યું તો તેમણે કીધું કે આ પુસ્તક શિક્ષા મેળવવા માટે નથી, પરંતુ આ કોઈની મદદ કરવા માટે છે જેથી તે પોતાના જીવનને સમજવા અને તેની પ્રસંશા કરવાની પોતાની ક્ષમતાને શોધી શકે. એક સહભાગીના પ્રશ્નનો જવાબ આપતા તેમણે સલાહ આપી કે જયારે વસ્તુઓ અધરી બની જાય તો પોતાની જાતને સાંભળો.
છેલ્લે જયા૨ે રેડિયો જોકી અર્ચનાએ તેમનો મંત્ર પૂછ્યો તો તેમણે કહ્યું કે “હું બોલવાનું બંધ કરું છું, વિચારવાનું બંધ કરું છું અને પોતાનું હૃદય ખોલું છું.” આ મહામારીની દુનિયામાં જ્યાં આધુનિક જીવનની મુશ્કેલીઓ આપણને થાકેલા અને અસ્વસ્થતાનો અનુભવ કરાવી શકે છે, પ્રેમ રાવતે જણાવ્યું છે કે આપણા દરેકની અંદર ગવાતા શાંતિના આ સુંદર સંગીતને કેવી રીતે સાંભળવું, જેથી આપણે પણ આપણી અંદરની શાંતિનો અનુભવ કરી શકીએ.
આ સમાચાર પણ વાંચો : CAITએ બાયો ચઢાવી ઈ-કોમર્સ પર વેચાતીઓ દવાઓ સામે, કેમિસ્ટોનું યોજશે દેશવ્યાપી અધિવેશન, ઈ-ફાર્મસીના કારણે દેશના કરોડો રિટેલ કેમિસ્ટનો ધંધો પ્રભાવિત. જાણો વિગતે