TATA એ લોન્ચ કરી પોતાની આ સુપર એપ, એક પ્લેટફોર્મ પર થઈ જશે યૂઝર્સના બધા કામ; જાણો તેની વિશેષતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટાટા ડિજિટલે ગુરુવારે સુપર-એપ ટાટા ન્યુ (Tata Neu) લોન્ચ કરી છે. ટાટા ગ્રૂપની આ સુપર-એપ ગ્રાહકને કેન્દ્રમાં રાખીને, ભવિષ્ય માટે સજ્જ, સંકલિત અનુભવ સાથે પ્રોડક્ટ કોમર્સ, સર્વિસ કોમર્સ અને નાણાકીય સેવાઓનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે. ફેશનથી ફાઇનાન્સ, ગેજેટ્સથી ગ્રોસરી, હોટેલ્સથી હેલ્થ અને ટેકથી ટ્રાવેલ સુધી ટાટા ન્યુ સંયુક્તપણે ટાટા ગ્રૂપની વિવિધ ઉપભોક્તા બ્રાન્ડની ક્ષમતાનો સમન્વય કરીને વિવિધ ઓફર એક સાથે પ્રસ્તુત કરશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. ટાટા ન્યુ વપરાશકર્તાઓની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. સુપર-એપ યુપીઆઈ, બિલ પેમેન્ટ, લોન અને વીમા સહિત વિવિધ નાણાકીય ઓફર પણ પૂરી પાડશે.

ટાટા ન્યુ એના અસરકારક છતાં સરળ રિવોર્ડ પ્રોગ્રામ – NeuPass સાથે ઉપભોક્તાઓ માટે ઊંચા મૂલ્યનું સર્જન કરશે. વપરાશકર્તાઓ ટાટા ન્યુ મારફતે દરેક ખરીદી, ભોજન કે ટ્રાવેલ સમયે 5 ટકા NeuCoins કે વધારે મેળવશે. 1 NeuCoins બરોબર ₹1 થાય છે અને વપરાશકર્તાઓ તમામ કેટેગરીઓ પર NeuCoins મેળવવાની અમર્યાદિત સ્વતંત્રતા ધરાવે છે તથા આ NeuCoinsનો ખર્ચ તમામ કેટેગરીઓમાં કરી શકશે. NeuPass વપરાશકર્તાઓ ફ્રી ડિલિવરી, વિશિષ્ટ ઓફર, બિલ્ટ-ઇન ક્રેડિટ લાઇન, ઉત્પાદન પ્રસ્તુત કરવાની વહેલાસર સુલભતા અને ચોક્કસ-બ્રાન્ડના વિશેષાધિકારો જેવા કેટલાંક ફાયદા મેળવશે.

આ સમાચાર પણ વાંચો : ખેતીને વ્યવસાય બતાવી ટેક્સ બચાવવું હવે નહીં રહેશે સરળ, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના…જાણો વિગતે

લોન્ચની જાહેરાત કરતા ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું હતું કે, આ  એક આકર્ષક પ્લેટફોર્મ છે જે અમારી તમામ બ્રાન્ડ્સને એક શક્તિશાળી એપમાં એકીકૃત કરે છે. અમારો પરંપરાગત ઉપભોક્તા-પ્રથમ અભિગમ ટેક્નોલોજીના આધુનિક સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. આ એપ ટાટાની અદ્ભુત દુનિયાને શોધવાની એક નવી રીત છે.  

ટાટા ડિજીટલના સીઈઓ પાર્ટીક પાલે જણાવ્યું હતું કે, ટાટા ન્યુની સફર અમારી તમામ ડિજિટલ એસેટમાં 80 મિલિયન એપની કામગીરી સાથે કુલ 120 મિલિયન યુઝર, 2,500 ઓફલાઇન સ્ટોર સાથે શરૂ થઈ છે. અમે ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, ગ્રોસરી, ફાર્મસી અને નાણાકીય સેવાઓ સુધીની ડઝન અગ્રણી ઉપભોક્તા બ્રાન્ડ કેટેગરીઓ ધરાવીએ છીએ. અમારું માનવું છે કે, ટાટા  Neu સાથે અમે અતિ વિશિષ્ટ ઉપભોક્તા પ્લેટફોર્મ ઊભું કરીશું.

સુપર-એપ ભારતીય બજારમાં ઉત્પાદનો અને સેવાઓની સૌથી વધુ વિસ્તૃત પસંદગી પૈકીની એક ઓફર કરે છે. અત્યારે ટાટા ન્યુ એર એશિયા ઇન્ડિયા, બિગબાસ્કેટ, ક્રોમા, આઇએચસીએલ, ક્યુમિન, સ્ટારબક્સ, ટાટા 1એમજી, ટાટા ક્લિક, ટાટા પ્લે અને વેસ્ટસાઇટ સહિત કેટલીક બ્રાન્ડ ધરાવે છે. એપ વધુ બ્રાન્ડ અને કેટેગરીઓને બોર્ડ પર લેવાનું ચાલુ રાખશે. ટાટા Neu એપ એન્ડ્રોઇડ, iOS પ્લેટફોર્મ્સ અને TataDigital.com પર ઉપલબ્ધ છે.

આ સમાચાર પણ વાંચો : આટલા વર્ષ માટે સૈન્યમાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું સાકાર કરી શકાશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના. જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More