News Continuous Bureau | Mumbai
કુંવારી દીકરીઓ પોતાના લગ્નનો ખર્ચ તેના માતા-પિતા પાસેથી માંગી શકે છે એ મુજબનો ચુકાદો તાજેતરમાં છત્તીસગઢ હાઈ કોર્ટે આપ્યો છે. હાઈકોર્ટે આ ખાસ ચુકાદો હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સ એક્ટ-1957 અંતગર્ત આપ્યો છે.
જસ્ટિસ ગૌતમ ભાદુરી અને જસ્ટિસ સંજય. એસ. અગ્રવાલની બનેલી ડિવિઝન બેંચે ફેમીલી કોર્ટના ચુકાદાને બાજુએ રાખીને આ મુજબનો ચુકાદો આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો: મહારાષ્ટ્રમાં નવુ ઘર લેવું પડશે મોંઘુ, ઠાકરે સરકારે સ્ટેમ્પ ડ્યૂટીના રેડી રેકનરના દરમાં કર્યો આટલા ટકાનો વધારો; જાણો વિગતે
ભાનુ રામ નામનો કર્મચારી રિટાયર્ડ થવાનો હતો. તેને રિટારમેન્ટ સમયે લગભગ પંચાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમ મળવાની શક્યતા હતી. તે દરમિયાન ભાનુ રામની પુત્રીએ હાઈ કોર્ટનો સંપર્ક કરીને પિતાને મળનારી રકમમાથી 20 લાખ રૂપિયા તેને મળે એવી અરજી કરી હતી.
2016માં રીટ કોર્ટે પુત્રીની અરજી ફગાવી દઈને સિવિલ કોર્ટ અથવા ફેમિલી કોર્ટમાં જવાની સૂચના આપી હતી. પુત્રીએ 25 લાખ રૂપિયાના દાવા સાથે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જોકે ફેમિલી કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. છેવટે તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે તે કુંવારી છે. પિતાને 75 લાખ રૂપિયા મળ્યા છે, તેમાંથી ફક્ત 25 લાખ રૂપિયાની માગણી કરી છે. આ રકમ રોજબરોજના ભોજન, વસ્ત્રો ઘર વગેરે માટે નહીં પણ લગ્નના ખર્ચ માટે કર્યો છે.