News Continuous Bureau | Mumbai
એક તરફ મુંબઈના પોલીસ કમિશનરે રસ્તા પર ગમે ત્યાં પાર્ક કરવામાં આવેલા અને બેવારસ વાહનો સામેની કાર્યવાહી વધુ સખત કરી છે, ત્યાં બીજી તરફ મુંબઈ મહાનગરપાલિકાએ આવા જપ્ત કરેલા વાહનોને લીલામી કરીને લગભગ 1.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ રસ્તા પર ગમે ત્યાં પડી રહેલા વાહનો જોખમી સાબિત થઈ શકે છે. વખતોવખત નોટિસ આપ્યા બાદ પણ રસ્તા પરના વાહનો હટાવવામાં આવતા નથી, તેવા વાહનોને જપ્ત કરવામાં આવે છે. નિયમ હેઠળ તમામ પ્રક્રિયા કરીને લીલામ કરવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં નીકળતા જોખમી કચરાની સમસ્યાનો અંત આવશે? જોખમી કચરાને લઈને મુંબઈ મનપાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે
આવા વાહનોને રાખવા માટે પાલિકા પાસે હવે જગ્યા પણ બચી નથી. તેથી માહુલગામમાં એક પ્લોટ પણ લેવામાં આવ્યો છે. અહીં આવા જપ્ત કરેલા વાહનો રાખવામાં આવવાના છે.
આ દરમિયાન પાલિકાએ 31 ડિસેમ્બર 2011થી 31 ડિસેમ્બર 2017 સુધીના સમયમાં જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામી કરી હતી. તેમાંથી 1 કરોડ 36 લાખ રૂપિયાની કમાણી થઈ હતી.