ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
મુંબઈમાં આગ લાગવાના ઉપરાઉપરી બનાવ ચાલી જ રહ્યા છે. ગુરુવારે બપોરના ભાયખલામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કપડાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે તેમાં કોઈ જાનહાની થઈ નહોતી.
ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ ભાયખલામાં ગોદરેજ પ્લેનેટ પાસે આવેલા ઝકારીયા ઈન્ડસ્ટ્રિયલ એસ્ટમાં આવેલા કપડાંના એક કારખાનામાં બપોરના 1.30 વાગે અચાનક આગ ફાટી નીકળી હતી.
મુંબઈથી ભુવનેશ્વર પહોંચેલા પ્રવાસી પાસેથી પોલીસે જપ્ત કર્યું આટલા કિલો સોનું, સામાનમાં છૂપાડેલું સોનુ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ.
ધટના સ્થળે ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ કર્યા હતા. કારખાનામાં મોટા પ્રમાણમાં કપડા હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી. સદનસીબે આગ લાગવાની સાથે જ તમામ કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા, તેથી કોઈ જાનહાની થઈ નહોતી. જોકે માલસામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું ફાયરબ્રિગેડનું અનુમાન છે.