ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર.
મુંબઈની ભુવનેશ્વર ગયેલા ચાર પ્રવાસીઓના સામાનમાંથી 32 કિલો સોનું મળી આવતા પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. ચારેય પ્રવાસીઓએ પોતાના સામાનમાં 8-8 કિલો સોનું છૂપાડેલું હતું, તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી.
મુંબઈ-ભુવનેશ્વર કોણાર્ક એક્સપ્રેસમાં પ્રવાસ કરીને ભુવનેશ્વર સ્ટેશન પર ઉતરેલા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી હતી.ચારેય પાસેથી કુલ 32 કિલો સોનું જપ્ત કર્યું હતું.
ઓડિશાની રાજધાની ભુવનેશ્વર સ્ટેશન પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પકડેલા ચાર લોકોમાં હસમુખલાલ જૈન, સુરેશ સહદેહ ખરે, મહેશ ભોસલે અને દીપક પટેલનો સમાવેશ થાય છે. પોલીસને જોઈને ચારેય ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તેથી પોલીસને તેમના પર શંકા ગઈ હતી.
મુંબઈમાં ઓટોરિક્ષાની અછત સર્જાશે? મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયથી કંટાળીને ઓટોરિક્ષાવાળાનું વ્યવસાયને બાય-બાય. આટલા લોકોએ બીજી નોકરી શોધી કાઢી. જાણો વિગત
પોલીસના જણાવ્યા મુજબ શંકાસ્પદ આરોપીઓ રેલવેમાંથી સોનાની ગેરકાયદે રીતે લઈ ગયા હતા. ચારેયને આ સોનુ ભુવનેશ્વર અને તેના આજુબાજુના પરિસરમાં વેપારીઓને વેચવું હતું. પોલીસ કરચોરી, હવાલા અને મની લોન્ડ્રિંગની દિશામાં તપાસ કરી રહી છે. ચારેય લોકો પાસેથી સોનાના દાગીના કોઈ બિલ નહોતા અને કોઈ દસ્તાવેજો પણ નહોતા.
મુંબઈમાં રહેતા સોનાના દાગીનાના મૂળ માલિકને તપાસ માટે ભુવનેશ્વરમાં ઈન્કમટેક્સ ઓફિસમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.