ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ના મળે એ કહેવત ફરી એક વખત સાચી પડવાની છે. મુંબઈમાં પ્રોપર્ટીની ખરીદી પર પહેલી એપ્રિલથી એક ટકા મેટ્રો ઉપકર(સેસ) લાદવાની સરકારે યોજના બનાવી છે. એટલું જ નહીં પણ સ્ટેમ્પ ડયુટીમાં પણ વધારો કરવામાં આવે એવી શક્યતા છે.
અહીં ઉલ્લેખનીય છે કે હાલના જ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ રીઝોલ્યુશન દ્વારા 31મી માર્ચ સુધી મેટ્રો સેસ લાદવા સામે નિયંત્રણ મુકાયેલું છે. આ નિયંત્રણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુકવામાં આવ્યું હતું. તેથી આ પરિસ્થિતિમાં હવે કોઈ નવો ગર્વમેન્ટ રિઝોલ્યુશન બહાર પાડવામાં આવે નહીં તો મેટ્રો સેસ અમલમાં આવશે એવું સરકારી અધિકારીઓનું કહેવું છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી, આ વિસ્તારમાંથી આટલા લાખની કિંમતના કોકેઈન સાથે વિદેશી નાગરિકની કરી ધરપકડ.
મેટ્રો સેસ એટલે ટ્રાન્સપોર્ટ સરચાર્જ અને આ સરચાર્જ પ્રોપર્ટીની કિંમતના એક ટકા હોય છે. આ ઉપકર લાદવાનો હેતુ શહેરોમાં મેટ્રો, પુલ તથા ફલાયઓવર જેવા માળખાકીય પ્રોજેક્ટ માટે નાણાં ઊભા કરવાનો હોય છે મુંબઈગરાના માથા પર આવનારા આ વધારાના સેસને કારણે સ્ટેમ્પ ડયુટીમાં પણ વધારો થશે. હાલમાં પ્રોપર્ટીની ખરીદી પર પાંચ ટકાની તથા ઘર ખરીદનારા મહિલા હોય તો ચાર ટકા સ્ટેમ્પ ડયુટી લાગે છે. જો મેટ્રો સેસ લાગુ પડશે તો અનુક્રમે સ્ટેમ્પ ડ્યુટી પણ છ અને પાંચ ટકા થઈ જશે.