ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
મુંબઈ સહિત ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે અને લોકોએ થોડી રાહત અનુભવી છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ દુનિયાને આપેલી ચેતવણીને કારણે ફરી ચિંતા વ્યાપી ગઈ છે.
WHOના વડા ટેડ્રોસે ચેતવણી આપી છે કે નજીકના ભવિષ્યમાં કોરોના વાયરસની નવા વેરિયન્ટ બહાર આવી શકે છે. ઉપરાંત, કોરોના રોગચાળાની અસર લાંબા સમય સુધી રહી શકે છે. તેથી, લોકો પર તેની અસર વધુ ખતરનાક બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસનું માનવું છે કે કોરોના મહામારીની અસર દાયકાઓ સુધી રહી શકે છે તેમાં પણ વિશ્વભરમાં રસીકરણમાં ભારે અસમાનતા છે, જે સમગ્ર માનવજાત માટે જોખમી બની શકે છે.
કેનેડાના આ શહેરમાં જાહેર કરવામાં આવી ઈમરજન્સીઃ પરિસ્થિતિ નિયંત્રણ બહાર, મેયરે માગી મદદ જાણો વિગત,
તેમના કહેવા મુજબ હાલમાં વિશ્વની માત્ર 42 ટકા વસ્તીએ રસીકરણનો બીજો ડોઝ મેળવ્યો છે. આફ્રિકન દેશોમાં સરેરાશ રસીકરણ દર માત્ર 23 ટકા છે. આ અંતરને દૂર કરવું મહત્વપૂર્ણ છે.