ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2022-2023નું બજેટ આજે કરવામાં આવ્યું છે. આ વર્ષે શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 2870.24 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મૂડી ખર્ચ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના મહામારીના પગલે આ બજેટમાં ઓનલાઈન શિક્ષણની અસર જોવા મળી હતી. કોર્પોરેશને પાલિકા શાળાઓને ક્લાસિસ ડીજીટલ કરવાનો નિર્ણય લીધો છે, તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ શાળાઓના 2,514 કલાસિક ડિજિટલ કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકા હેઠળ 8 માધ્યમોની 963 પ્રાથમિક શાળાઓ છે. જેમાં 6031 શિક્ષકો લગભગ 20 લાખ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. 243 માધ્યમિક શાળાઓના 1383 શિક્ષકો દ્વારા મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. મફત વસ્તુઓ માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે વિદ્યાર્થીઓ માટે ટેબ માટે સાત કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
2514 કલાસિસ ડિજિટલ બનશે. આ માટે પ્રાથમિક વર્ગો માટે રૂ. 23.25 કરોડ અને માધ્યમિક વર્ગો માટે રૂ. 3.76 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
– 224 કોમ્પ્યુટર લેબનું અપગ્રેડેશન – રૂ. 11.20 કરોડ
– સ્કૂલ મેનેજમેન્ટ ઈન્ફોમેશન સિસ્ટમ- રૂ. 57 લાખ
– નવી શિક્ષણ નીતિના અમલ માટે રૂ.9 લાખની જોગવાઈ, જેમાં શિક્ષકોને તાલીમ આપવામાં આવશે.
– વિદ્યાર્થીનીઓને હાજરી ભથ્થું પ્રાથમિક માટે 7 કરોડ અને માધ્યમિક માટે 47 લાખ છે.
મુંબઈ મહાનગરપાલિકાનું શિક્ષણ વિભાગનું બજેટ થયું રજૂ, એજ્યુકેશન માટે પાલિકાએ આટલા કરોડ ફાળવ્યા
બેસ્ટની બસમાં પ્રવાસ માટે 3 કરોડ, માધ્યમિક માટે 1.25 કરોડ
– કિન્ડરગાર્ટન વર્ગોના સશક્તિકરણ માટે રૂ. 9.05 કરોડની જોગવાઈ
– કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન IGCSE અને IB બોર્ડ ઓફ એજ્યુકેશન સાથે શાળાઓને જોડવા માટે રૂ. 15 કરોડની જોગવાઈ
– કૌશલ્ય પ્રશિક્ષણ માટે – 1.40 કરોડ
– શિક્ષણ વિભાગની પ્રવૃત્તિઓના પ્રચાર માટે રૂ.1 કરોડની જોગવાઈ