ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર
સલમાન ખાને હાલ માં જ સોશિયલ મીડિયા પર તેના સિંગલ ગીત 'મેં ચલા'નું ટીઝર રિલીઝ કર્યું છે. તેલુગુ અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલ આ રોમેન્ટિક ગીતમાં સલમાન ખાન સાથે જોવા મળશે. આ ગીત પંજાબી ગાયક ગુરુ રંધાવા અને સલમાન ખાનની નજીકની મિત્ર યુલિયા વંતુર દ્વારા ગાયું છે. આ ટીઝરમાં તેનો લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ગીત રિલીઝ થતાની સાથે જ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાને પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આલ્બમનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરને શેર કરતા સલમાને લખ્યું, "મેં ચલાના રોમેન્ટિક ગીતમાં ખોવાઈ જાઓ. ટીઝર બહાર પડી ગયું છે અને ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહ્યું છે. હમણાં જ ટ્યુન કરો." આ ગીત સુંદર પહાડોની વચ્ચે શૂટ કરવામાં આવ્યું છે.આ ટીઝરમાં સલમાને લાંબા સમય બાદ પોતાની હેર સ્ટાઈલ બદલી છે. તેના વાળ લાંબા અને દાઢી ટ્રિમ કરેલી દેખાય છે. આમાં, એકવાર તેના ખુલ્લા વાળ હવામાં લહેરાતા જોવા મળે છે, તો બીજી ફ્રેમમાં, સલમાન 'પાઘડી' અને ચશ્મામાં જોવા મળે છે. આ ગીતમાં તેની સાથે પ્રજ્ઞા જયસ્વાલ છે જેણે સાડી પહેરી છે.
સલમાન ખાને પોતાનો ફોટો શેર કરીને લખ્યું એવું કેપ્શન કે ચાહકો થઈ ગયા કન્ફયુઝ; જાણો વિગત
આ ગીત ગુરુ રંધાવા અને યુલિયા વંતુર દ્વારા ગાયું છે. ગુરુ રંધાવા તેમના ઘણા હિટ પંજાબી અને હિન્દી ગીતો માટે જાણીતા છે. તે જ સમયે, યુલિયાએ ભૂતકાળમાં 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' ગીત સીટી માર માટે પણ પોતાનો અવાજ આપ્યો છે.