ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,17 જાન્યુઆરી 2022
સોમવાર.
મુંબઈ અને મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ફરી વધારો થયો હતો. તેથી દુબઈ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) થી મુંબઈ આવતા મુસાફરો માટે સાત દિવસનું હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટ ફરજિયાત હતો. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ આ અંગે રવિવારે નવી ગાઈડલાઈન બહાર પાડી હતી, તે મુજબ હવે આ દેશમાંથી આવતા પ્રવાસીઓને આ શરતમાં રાહત આપવામાં આવી છે.
ડિસેમ્બર ના છેલ્લા અઠવાડિયામાં મુંબઈ મનપાએ મુંબઈમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાજી હતી. તે મુજબ દુબઈ અને યુએઈથી મુંબઈ આવતા મુસાફરોએ સાત દિવસ ફરજિયાત હોમ ક્વોરેન્ટાઈન રહેવાનું હતું અને RTPCR ટેસ્ટ કરાવવાની ફરજિયાત હતી.
એ સિવાય મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં રહેતા લોકો જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવે છે તેમને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ પ્રવાસીઓ માટે તેમના સંબંધિત શહેરના કલેકટર દ્વારા વાહનો ઉપલબ્ધ કરવાના હતા. જોકે છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં ઓમીક્રોન અને કોરોના અસરગ્રસ્તોની સંખ્યા ઘટી રહી છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ દુબઈ અને યુએઈથી આવતા મુસાફરોને હવે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઈન અને RT-PCR ટેસ્ટમાંથી છુટકારો આપવામાં આવ્યો છે. મુંબઈ મહાનગરપાલિકાનો આ નિર્ણય મધ્યરાત્રિ એટલે કે 17મી જાન્યુઆરી 2022થી અમલમાં આવશે.
ઓહ… સુપ્રસિદ્ધ કથ્થક નૃત્યના પંડિતનું નિધન થયું.
આ દરમિયાન મુંબઈમાં કોરોનાનો ગ્રાફ સતત ચોથા દિવસે ઘટ્યો છે. શનિવારની તુલનામાં, કોરોના પીડિતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. રવિવારના રિપોર્ટ અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 7,895 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. તો 11 દર્દીઓના મોત થયા હતા. હાલ મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા 60,371 છે.