203
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા ચૂક મામલે કોઈ મોટા પગલાં ભરવાની તૈયારી થઈ રહી હોવાનું લાગી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા છે.
પીએમ મોદીએ રાષ્ટ્રપતિને તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે માહિતી આપી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે PMની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે પંજાબની ચન્ની સરકારે મામલાની તપાસ માટે હાઈ લેવલની કમિટી બનાવી દીધી છે. જે ત્રણ દિવસમાં અહેવાલ સુપરત કરશે.
PM મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ તારીખે થશે સુનાવણી; જાણો વિગતે
You Might Be Interested In