ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 જાન્યુઆરી 2022
સોમવાર
દેશભર સહિત ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 968 કેસ નોંધાયા અને કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 9,33,769 થઇ ગયા છે જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,120 છે. બીજી તરફ 141 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.22 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં હાલ કુલ 4753 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 396, સુરત કોર્પોરેશનમાં 209, વડોદરા કોર્પોરેશનમાં 64 , રાજકોટ કોર્પોરેશનમાં 40, ખેડામાં 36, આણંદ 29, વલસાડ 27, નવસારી 21, રાજકોટ 20, કચ્છ 17, ગાંધીનગર કોર્પોરેશનમાં 14, સુરત 14, ભરુચ 9, ભાવનગર કોર્પોરેશન 9, અમદાવાદ 8, ગાંધીનગર 6, ગીર સોમનાથ 5, વડોદરા 5, અમરેલી 4, જૂનાગઢ 4, જૂનાગઢ કોર્પોરેશન 4, મહીસાગર 4, દેવભૂમિ દ્વારકા 3, મહેસાણા 3, મોરબી 3, તાપી 3, બનાસકાંઠા 2, જામનગર 2, જામનગર કોર્પોરેશનમાં 2, પંચમહાલમાં 2, સાબરકાંઠા 2 અને ભાવનગરમાં એક નવો કેસ નોંધાયો છે.