ભારતની આ સ્વદેશી વેક્સિનની એક્સપાયરી ડેટ 9થી વધારીને 12 મહિના કરવા અપાઈ મંજૂરી, સ્ટોકને કરાશે રી-લેબલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 જાન્યુઆરી 2022

સોમવાર 

ભારત બાયોટેકની કોવેક્સિનની એક્સપાયરી અવધિ પહેલા 9 મહિનાની હતી જેને વધારીને હવે 12 મહિના કરી દેવામાં આવી છે. 

DCGIએ પ્રમુખ વેક્સિન નિર્માતા ભારત બાયોટેકને વેક્સિન સ્ટોકને રી-લેબલ કરવા માટેની મંજૂરી આપી છે. 

કોવેક્સિનને રી-લેબલ કરવા માટે ભારત બાયોટેક હોસ્પિટલ્સમાં રહેલા વેક્સિન સ્ટોકને પાછો મગાવી રહ્યું છે અને હવે તે સ્ટોકને રી-લેબલ કરવામાં આવશે. 

વેક્સિનની એક્સપાયરી અવધિ લંબાયા બાદનું લેબલ લાગશે ત્યાર બાદ તેને જરૂરિયાત ધરાવતી જગ્યાઓએ પહોંચાડવામાં આવશે. 

બોલિવૂડમાં કોરોના કહેર યથાવત, આ ફિલ્મ નિર્માતા થઈ કોરોના સંક્રમિત; કરી આ ખાસ અપીલ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *