ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
વેસ્ટર્ન એક્સપ્રેસ પર રહેલા ગીચ ટ્રાફિકથી સમસ્યાથી બહુ જલદી મુંબઈગરાનો છૂટકારો થવાનો છે. અંધેરી(પૂર્વ)થી દહિસર(પૂર્વ) મેટ્રો-7 બહુ જલદી ચાલુ કરવામાં આવવાની છે, તેને કારણે નવા વર્ષમાં લોકો સુવિધાજનક પ્રવાસ કરી શકશે. લગભગ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2022 સુધીમાં આ મેટ્રો લાઈન ચાલુ થઈ જતા વેસ્ટર્ન હાઈવે પર ટ્રાફિક પણ ઓછો થશે એવું માનવામાં આવે છે.
હાલ અંધેરી(પૂર્વ)થી દહિસર(પૂર્વ) વચ્ચે આ રૂટ પર ટ્રાયલ ચાલી રહી છે. 31 મે 2021થી અહીં ટ્રાયલ ચાલુ કરવામાં આવી હતી. લગભગ 16.5 કિલોમીટર લાંબી આ મેટ્રો લાઈનનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. અંધેરીથી દહિસર આ તબક્કો પાર કર્યા બાદ આ માર્ગ આગળ મેટ્રો-2એ પ્રોજેક્ટને લિંક થઈને દહિસરથી ડહાણુકરવાડી સુધીનો પ્રવાસ સુવિધાજનક રીતે કરી શકાશે.
મુંબઈમાં આ તારીખથી પહેલાથી સાતમા ધોરણની સ્કૂલ ચાલુ કરવાનો મુંબઈ મનપાનો આદેશ; જાણો વિગત