ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
અમેરિકામાં દરિયા કિનારા પર તરતુ સાડા સાત કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો એક યુવકને મળી આવ્યો છે. જોકે ઈનામદારી દેખાડતા આ યુવકે તરત તેની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.
એક અખબારમાં આવેલા અહેવાલ મુજબ આ યુવક ફ્લોરિડાના દરિયા કિનારા પર રજા માણવા ગયો હતો. એ સમયે તેને દરિયાના પાણીમાં તરી રહેલા પેકેટસ દેખાયા હતા. તેણે તુરંત તે પેકેટસને ભેગા કર્યા હતા. કિનારા પર લાવીને તેણે જોયા તો તે સીલ પેક હતા, તેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી.
પોલીસે આ લાવારિસ હાલતમાં રહેલા પેકેટસ જોયા તો તેમના હોશ ઊડી ગયા હતા. આ પેકેટમાં ડ્રગ્સ હતા. કુલ મળીને 30 કિલોગ્રામ ડ્રગ્સ આ પેકેટમાંથી મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયા છે. પોલીસે આ ડ્રગ્સ જપ્ત કરીને તપાસ ચાલુ કરી હતી. સાથે જ આ યુવકની હિંમત અને ઈમાનદારીને પણ બિરદાવી હતી.
મોટા સમાચાર : જમીન આપવામાં આ લોકોએ કરી મદદ, LOC નજીક શારદાપીઠ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ; જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં પણ આ રીતે જ ફ્લોરિડામાં દરિયા કિનારામાં 11 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અમુક લોકોએ પોલીસને જાણ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.