લો બોલો! મુંબઈમાં 68,000 ગેરકાયદે બાંધકામ, મુંબઈ મનપાએ લીધી માત્ર આટલા બાંધકામ સામે એક્શન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર.

ગેરકાયદે બાંધકામને લઈને મુંબઈ મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિમાં ચોંકાવનારી માહિતી આપી હતી. છેલ્લા છ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા પાસે 68,809 ગેરકાયદે બાંધકામની ફરિયાદ આવી હતી,  તેમાંથી માત્ર 29,273 ગેરકાયદે બાંધકામ સામે જ પાલિકાએ કાર્યવાહી કરી છે.  

ભાજપ સહિત વિરોધ પક્ષે જોકે ગેરકાયદે બાંધકામ સામેની કાર્યવાહી ફક્ત પેપરમા જ કરી હોવાનો દાવો કર્યો હતો. પાલિકે 29,273 ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરી હોવાના દાવા સામે હજી પણ 80 ટકા બાંધકામ ઊભા હોવાનો દાવો વિરોધ પક્ષે કર્યો હતો. ભાજપના સભ્ય ભાલચંદ્ર શિરસાટે પાલિકાની આ કાર્યવાહીને દેખાડો કરીને ગેરકાયદે બાંધકામ સામે પાલિકાના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

સ્થાયી સમિતિમાં પાલિકાએ આપેલી માહિતી મુજબ ઝૂંપડપટ્ટી ખાસ કરીને માનખુર્દ, ગોવંડી, એન્ટોપ હિલ, દહિસર અને જોગેશ્ર્વરીમાં મોટા પાયા પર ગેરકાયદે બાંધકામ છે.

ભાજપ ના નેતા આશિષ શેલાર સામે શિવસેના આક્રમક, મુંબઈના મેયરે નોંધાવી વિયનભંગની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત

પાલિકાએ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે 2016ની સાલથી કમ્પ્યુટરની આરટીએમએસ સિસ્ટમને અમલમાં મૂકી છે. જેના પર છ વર્ષમાં 67,809 ફરિયાદ આવી હતી. તેમાથી 29,273 ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *